બે જાપાનીઝ કંપનીઓ મળીને વિશ્વનો સૌથી અનોખો સ્માર્ટફોન લાવી રહી છે. આ સ્માર્ટફોન ને ડીગનો રેફરી ના નામથી લાવવામાં આવ્યો છે. આની સૌથી વિશિષ્ટ અને ખાસ બાબત એ છે કે ગંદા થતા આ હેન્ડસેટ ને સાબુ અને પાણી થી ધોઇ શકાય છે. ઉપરાંત આ ફોનમાં કઈ પણ ખરાબ નહિ થાય. KDDI અને ક્યોકેરા નામની કંપનીઓ દ્વારા બનાવેલ આ હેન્ડસેટ ને 11 ડિસેમ્બર ના રોજ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.
સંપૂર્ણપણે પાણી અને શોક પ્રૂફ છે ખાસ વાત
ડીગનો રેફરી એક મિડરેન્જ પ્રીમિયમ સ્માર્ટફોન છે. જેને 43 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી અને સાબુ થી ધોઇ શકાય છે. આ ફોનમાં આઇપી 58 રેટિંગ આપવામાં આવી છે, જેનાથી તે વોટરપ્રૂફ અને શોક પ્રૂફ છે. આ ફોનના ડિસ્પ્લે માં ડ્રેગન ટ્રાયલ એક્સ ગ્લાસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની અનુસાર આ ફોનને પિંક, વ્હાઈટ, મરુન નેવી જેવા રંગોમાં ઉપલબ્ધ કરાશે.
Android OS અને 5 ઇંચ ડિસ્પ્લે
ડીગનો રેફરી સ્માર્ટફોન Android 5.1 લોલીપોપ ઓએસ પર કામ કરે છે. આમાં 5 ઇંચની ટીએફટી એલસીડી એચડી ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવ્યું છે. આ ફોન 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી થી સજ્જ છે. આ ઉપરાંત આ ફોનમાં એક્સ્ટર્નલ મેમરી તરીકે 128 GB સુધી નું માઇક્રો એસડી કાર્ડ લાગે છે.
શાનદાર કેમેરો અને જબરદસ્ત બેટરી
ડીગનો રેફરી એક સારો કેમેરો સ્માર્ટફોન છે, જેમાં 13 એમપી કેમેરો સીમોસ સેન્સર, પાછળની તરફ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 3000 એમએએચ ની પાવરફુલ બેટરી આપેલ છે, જે 20 કલાક નો ટોક ટાઈમ આપે છે. આ ફોન 2જી, 3જી અને 4જી નેટવર્ક પર કામ કરે છે. આ ઉપરાંત આમાં Wi-Fi, બ્લૂટૂથ, યુએસબી, કનેક્ટિવિટી ઓપ્શન પણ આપવામાં આવે છે. આ ફોન ને અત્યારે 57420 જેપનીઝ યેન લગભગ 32300 રૂપિયાની કિંમત માં જાપાનમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.