આ ઉપાયો અજમાવો અને પથરીનાં રોગને કહો બાય બાય

Kidney-Stone-Pain

પથરી, જેને આપણે કીડનીના રોગ તરીકે જાણીએ છીએ. પથરીના દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આના લક્ષણમાં પહેલા પેટમાં નાના નાના કણો (ક્ષાર) વિકસે છે બાદમાં આ કણો વધી જાય છે, જેને પથરી કહેવાય છે. જયારે શરીરમાં પથરી થાય છે ત્યારે મૂત્રમાં બળતરા થાય છે.

પથરી ની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કીડનીને નુકસાન પણ કરી શકે છે. શરીરમાં મીઠાનું સ્તર (ક્ષારના કણો, Crystals) વધવા પથરીનો રોગ થાય છે. અહી પથરીને દુર કરવાના ઘરેલું નુસખાઓ જણાવ્યા છે.

*   લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

*   દિવસમાં 3 થી 4 ગ્લાસ ગાજરનું જ્યુસ પીવું. આ મૂત્રાશયમાં જઈને પેશાબનો રસ્તો બહાર કાઢે છે.

*   મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી, તેનું ભસ્મ બનાવી, ચાળીને આ ભસ્મ 1 ગ્રામ જેટલુ સવાર-સાંજ પાણી સાતે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દૂર થાય છે.

*   નિયમિત રીતે રોજ સફરજનનું જ્યુસ પીતા આ ક્યારેય નહિ થાય અને રોગ થયો હોય તો પણ મટી જશે.

*   હંમેશા પ્રવાહી વધારે પીવું (૩લિટર કે ૧૨થી ૧૪ ગ્લાસથી વધારે). આ ઉપાય પથરી બનતી અટકાવવામાં સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત આ રોગને દુર કરવા પ્રતિદિન બે લીટરથી વધારે પાણી પીવું જરૂરી છે.

*   દહીં પાચનક્રિયાઓ ને ઠીક કરે છે સાથે આમાં પ્રોબાયોટીક બેક્ટેરિયા હોય છે, જે કીડનીઓની સફાઈ કરે છે. આમાં રહેલ સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક સિસ્ટમને મજબૂત બનાવે છે.

*   નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.

*   લાલ શિમલા મીર્ચમાં વિટામીન એ, સી, બી6, ફોલિક એસિડ અને રેશા મળી આવે છે. આ ઉપરાંત આમાં પોટેશિયમની માત્રા પણ ઓછી હોય છે. આ કીડનીને સાફ રાખે છે.

*   કારેલા આમતો ઘણા કડવા હોય છે પણ તેનાથી થતા ફાયદાઓ ચોક્કસ મીઠા હોય છે. પથરીના રોગનો આ રામબાણ ઈલાજ છે. કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ નામના તત્વો હોય છે, જે પાથરીને બનતા અટકાવે છે.

*   આદુનો રસ પણ પથરીના રોગને મટાડવા અસરકારક છે. આદુમાં આયર્ન, કેલ્શિયમ, આયોડીન, ક્લોરિન અને વિટામિન્સ જેવા તત્વો હોય છે. આ કીડનીના વિષાક્ત પદાર્થો બહાર નીકાળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,147 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>