આ ઉપાયોથી માથાના દુઃખાવા માં મેળવો તરત આરામ!

bol_glowy_migrena_kobieta_mloda_shutterstock_67113133_01

માથનો દુઃખાવો કોઈ પણ કારણે અને કોઈપણ ઉંમરે થઇ શકે છે. વધારે સ્ટ્રેસ, હેંગઓવર હાર્મોનલ ચેન્જીસ, કમજોર આંખ અને આઈ સાઈડ વીક વગેરે થવાને કારણે માથામાં દુઃખાવો થાય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે. આનાથી આરામ મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે જે ભવિષ્યમાં તેને નુકશાન કરે છે.

જોકે, આજકાલ ની બીઝી લાઈફ સ્ટાઇલમાં આ સમસ્યા થવી એ કોઈ મોટી વાત નથી. વેલ, અહી આના ઘરેલું ઉપાયો છે. જેનાથી તમને ચોક્કસ રીલીફ મળશે.

*  ગરમ પાણીમાં લવેંડરના થોડા ટીપાં નાખીને સુંધવું. તમે આમાં બદામનું તેલ મેળવીને માથામાં માલીશ પણ કરી શકો છો.

*  આ સમસ્યા ને રોકવા માટે સૌપ્રથમ લવિંગનો પાવડર અને મીઠાની પેસ્ટ બનાવીને લો. પછી આ પેસ્ટને દુધમાં મેળવીને પીવો. મીઠામાં હાઈગ્રસ્કાપિક નો ગુણ હોય છે. જેનાથી આ માથામાં રહેલ બધા દ્રવ્ય પદાર્થોનું શોષણ કરે છે.

*  ૨૦૦૦૧ માં થયેલ એક શોધ મુજબ એકદમ ધીમુ મ્યુઝીક (સોફ્ટ મ્યુઝીક) સાંભળવાથી માથાના દુખાવાથી તમને ચોક્કસ આરામ મળશે. આનાથી માનસિક ચિંતા દુર થશે અને મન ખુશ થશે.

*  ગરમ પાણીમાં તુલસીના પાન, મધ અને મરીનો ભુક્કો નાખીને પીવો.

*  પીપરમીંટ માથાના દુઃખાવા માટે અસરકારક ઉપાય છે. જો તમને આ દુઃખાવો થાય તો ચા માં પીપરમીંટ મેળવીને પીવી. આનાથી તમને આરામ મળશે.

*  પુરતી ઊંચ ન લેવી એ માથાના દુખાવાનું મેજર કારણ છે. આના માટે ૬ થી ૭ કલાકની પુરતી ઊંધ અનિવાર્ય છે.

*  તુલસીના પાન પોતાના દર્દનાશક ગુણો માટે ઓળખાય છે. આનાથી માથાના દુઃખાવામાં તમને આરામ મળશે. આના માટે થોડા પાન લઇ તેનો પેસ્ટ બનાવો. હવે આને માથા પર લગાવવો.

*  દુધીના વચ્ચેના સફેદ ભાગનો લેપ બનાવી માથામાં લગાવવો. આનાથી પણ તમને આરામ મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,330 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>