આ ઈન્ટરનેટ ટેકનોલોજીથી એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 100 મૂવીઝ

MissAstroTrio-e1399481579278

હવે ઇન્ટરનેટ ની એવી ઝડપી તકનીક આવી રહી છે જેનાથી તમે માત્ર 1 સેકન્ડમાં જ 100 ફિલ્મો એકસાથે ડાઉનલોડ કરી શકો છો. ભારત પણ એ દેશોની લાઈન માં છે, જે મોબાઇલ ટેકનોલોજી ની 5મી પેઢી એટલે કે 5 જી વિકસિત કરવામાં લાગ્યો છે.

એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 100 મૂવીઝ

5G-mobile-subscriptions

પ્રાથમિકપણે વૈજ્ઞાનિક માની રહ્યા છે કે 5 જી ટેકનોલોજી પાંચ વર્ષ પછી 2020 માં આપણી સામે હશે. પરંતુ, ત્યારે આજના કોઈપણ મોબાઇલ હેન્ડસેટ તે ટેકનોલોજી નો ઉપયોગ નહિ કરી શકે. હેન્ડસેટ નિર્માતા કંપનીઓ ની સામે 5 જી સપોર્ટેડ મોબાઇલ હેન્ડસેટ બનાવવાની પણ એક મોટો કસોટી છે. આ ટેકનોલોજી થી ડેટા સ્પીડ 100 ગીગા બાઇટ્સ પ્રતિ સેકન્ડ પહોચશે એટલે કે 100 મૂવીઝ એકસાથે એક સેકન્ડમાં ડાઉનલોડ થશે.

ઇન્ટરનેટની 5G ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે

AAEAAQAAAAAAAAQ4AAAAJDBkZmJhYjExLWM0NmEtNDExYy1iZGI5LWJmYmIwOTA2MWY5Nw

ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રેડિયો સાયન્સ (આઇસીએઆર) તરફથી માઈક્રોવેવ, એન્ટેના અને રિમોટ સેન્સિંગ પર આયોજિત સેમિનારમાં ભાગ લેવા જોધપુર આવેલ વૈજ્ઞાનિકો એ આ વાત જણાવી હતી. કોલકાતા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેડિયો ફિઝિક્સ ના પ્રો. અનિમેષ મિત્રા એ જણાવ્યું હતું કે 5G ટેકનોલોજી માટે વૈજ્ઞાનિકોને એક થી બે ગીગાહર્ટ્ઝ ની ચેનલ બેન્ડવીડ્થ ઉપયોગ કરવા વાળું એન્ટેના વિકસિત કરવું પડશે. જે હાલમાં 4G માટે 20 મેગા હર્ટ્ઝ જ છે.

મોબાઇલ પણ આવી ટેકનોલોજી વાળા હશે

cheap-chinese-smartphones

નવી ટેકનોલોજી એકદમ વિશાળ સ્પેક્ટ્રમ બેન્ડવિડ્થ ઉપયોગમાં લેશે. આઇસીએઆર ડિરેક્ટર પ્રો. ઓપીયેન કલ્લાએ જણાવ્યું હતું કે હાલમાં મોટા ભાગના મોબાઇલના એન્ટેના 10 થી 20 મેગાહર્ટઝ બેન્ડવિડ્થ પર જ કામ કરે છે. જોકે, 5 જી માં  2 ગીગાહર્ટ્ઝ બેન્ડવિડ્થ પર કામ કરનાર મોબાઇલ વિકસિત કરવા પડશે. તેથી, મોબાઇલ નેટવર્ક ટેકનોલોજી વિકસાવવા માટે વૈજ્ઞાનિકોને વધુ સમય લાગી રહ્યો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


12,355 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63