આ ઇન્ડિયન રાજા એ સાફ કરાવ્યો હતો ‘રોલ્સ રોયલ’ કારથી કચરો, જાણો આના વિષે….

Rolls-Royce-Phantom-Concours-Italy-1280x960

બ્રિટિશ કાળ માં ભારતીય રાજાઓ નો શાહી ઠાઠ-બાઠ સાથે વટ પડતો હતો. તેમના શોખો નિરાળા હતા. આજના યુગમાં ‘રોલ્સ રોયલ’ (Rolls-Royce) કાર ખરીદવી અને તેણે ચલાવવી એ લગભગ દરેક નું જ સપનું હોય છે.

રોલ્સ રોયલ કાર ને દુનિયાની સૌથી મોંધી કાર્સ માંથી એક માનવામાં આવે છે. શાનદાર લૂક, દમદાર એન્જીન અને લક્ઝરી ફીચર્સથી ભરપુર આ કારના દિવાનાઓ દુનિયામાં લગભગ બધા જ છે. આ અમીર લોકો માટેની હાઈ ક્લાસ કાર છે.

*  દુનિયાની મોટી-મોટી હસ્તીઓ પણ આમાં સફર કરવાનું પસંદ કરે છે. આપણા ભારતના અભિનેતાઓ પણ આને ખરીદવાની ચાહત ઘરાવે છે. ભારતીય સેલિબ્રીટીઓ પાસે પણ આ કાર છે જેમકે અમિતાભ બચ્ચન, આમીર ખાન, દક્ષીણ ના મશહુર અભિનેતા ચિરંજીવી, તમિલ ના અભિનેતા વિજય અને વિજય માલ્યા ઉપરાંત ભારત ની બીજી ઘણી બધી મોટી મોટી હસ્તીઓ આની શાહી સવારી કરે છે.

*  રોલ્સ રોયલ કાર ને લક્ઝરી અને સ્ટેટસ સિમ્બોલ નો બાદશાહ માનવામાં આવે છે.

*  રોલ્સ રોયલ ની પહેલી કાર ૧૯૦૪માં દુનિયા સામે આવી.

*  ‘રોલ્સ રોયલ એન્ડ ધ ઇન્ડિયન પ્રિન્સેસ’ નામની એક બુકમાં એક સૌથી રોચક કહાની છે. એક દિવસ ભારતમાં આવેલ ‘અલવર’ ના રાજા ‘જયસિંહ’ લંડન ની યાત્રા કરવા ગયા. યાત્રા દરમિયાન તેઓ સિમ્પલ કપડા પહેરીને લંડનની ‘બોન્ડ સ્ટ્રીટ’ માં ગયા. અહી તેમને ‘રોલ્સ રોયલ’ નો શો રૂમ જોયો અને અંદર પ્રવેશ્યા તો શોરૂમ ના મેનેજરે તેમને ‘કંગાળ ભારતીય’ કહીને ‘ગેટ આઉટ’ નો રસ્તો બતાવ્યો અને મહારાજા જયસિંહ ને અપમાનિત કર્યા. બાદમાં રાજા પોતાની હોટેલમાં ગયા અને શોરૂમ માં ફોન કરીને કહ્યું કે અલવર ના મહારાજા રોલ્સ રોયલ કાર ખરીદવા માંગે છે.

52

બાદમાં રાજા રાજવી પોશાક અને શાહી વટથી શોરૂમ માં ગયા તો તેમને અપમાનિત કરનાર મેનેજર નતમસ્તકે ઉભા રહી ગયા. પછી રાજાએ શોરૂમ માં રહેલ છ કાર નું કલેક્શન ખરીદ્યું અને તેણે ભારત લઈને આવ્યા.

ભારત આવ્યા બાદ રાજા એ મોંધી એવી લક્ઝરી કાર ‘અલવર નગરપાલિકા’ ને આપી અને જણાવ્યું કે આ ગાડીની આગળ ઝાડું લગાવીને આનાથી અલવર ને સાફ રાખજો. બાદમાં આ ઘટના આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને રોલ્સ રોયલ ની ખુબ જ બેઇજત્તિ થઇ. બાદમાં આનું વેચાવ ઓછુ થવા લાગ્યું હતું. અંતમાં કંપનીના માલિકે માફી પત્ર રાજા પાસે મોકલીને કહ્યું કે, ‘તેઓ ગાડી થી કચરો સાફ કરાવવાનું બંધ કરે’. કંપનીને પોતાની ભૂલ નો અહેસાસ થયો હોવાથી બાદમાં રાજા એ બંધ કરાવ્યું. છે ને મજેદાર કિસ્સો!

*  એક રોલ્સ રોયલ કારને પેંટ (કલર) કરવા માટે ઓછામાં ઓછો ૧૦૦ પાઉન્ડનો કલર જોઈએ. આને ૫ લેયર (પડ) માં રંગવામાં આવે છે. બાદમાં કલરથી સારો લુક આપવામાં 7 દિવસનો સમય લાગે છે.

*  રોલ્સ રોયલ કંપની સૌથી નાની કાર એટલે કે બાળકો માટે પણ ગાડી બનાવી ચુક્યું છે. દિગ્ગજ બ્રિટીશ બ્રાંડે એક વાર ‘રિચર્ડ હોસ્પિટલ’ ના સર્જરી યુનિટ માટે એક ખાસ કાર તૈયાર કરી છે. આ કાર મારફતે હોસ્પિટલ ના બાળકો રોલ્સ રોયલ કારને ડ્રાઈવ કરીને ઓપરેશન થીયેટર માં પ્રવેશ છે.

બાળકો માટે ની આ કારનું નામ ‘રોયલ એસઆરએચ’ આપવામાં આવ્યું છે. આ કાર અંગે રોલ્સ રોયસ ના CEO નું જણાવવું છે કે, “અમને આશા છે કે રોલ્સ ‘રોયલ એસઆરએચ’ બાળકોની ટ્રીટમેન્ટ દરમિયાન તનાવ (સ્ટ્રેસ) ઘટાડવામાં સહાયક થશે”. આ નાની કારનો ઉપયોગ ફક્ત હોસ્પિટલ માટે જ કરવામાં આવે છે.

Rolls-Royce-SRH-14

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,353 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>