આ અલગ અંદાજમાં આપણા ગુજરાતને ઓળખો….

thinking

આમતો આપણે ગુજરાતમાં જ રહેતા હોઈએ એટલે મોટા મોટા શહેરો જોયા હોય નહિતર તેના નામ તો સાંભળેલા જ હોય. છતાં પણ કઈક અલગ જ અંદાજમાં આપણા ગુજરાતના શહેરોને શોધવા હોય તો…. વાંચો નીચે…

બે આદમી ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે.

તેને જુએ છે અને ચૂપચાપ ચાલ્યો જાય છે. તો આ…

ગાંધીનગર’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે અને

તેને સમજાવવાની કોશિશ કરે છે, પરિણામે બંને

ઝધડવાનું છોડીને સમજાવનારને મારવા લાગે છે તો આ…

અમદાવાદ’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે,

એક વ્યક્તિ પોતાના ઘરમાંથી બૂમ પાડીને કહે છે,

‘મારા ઘરની આગળ ઝધડો નહિ, બીજી જગ્યાએ જાઓ’

તો આ… ‘વડોદરા’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે, જોવા માટે ભીડ જામે

અને

વ્યક્તિ ચા/કચોરી/પાન ની દુકાન લગાવી દે તો આ…

સુરત’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે, બંને મોબાઈલથી કોલ

કરીને દોસ્તોને બોલાવે અને

થોડા જ સમયમાં 50 આદમી ઝઘડવા લાગે તો આ…

મહેસાણા’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે,

એક આદમી વધારેમાં વધારે બીયર લાવે છે,

ત્રણેય એકસાથે બીયર પીતા પીતા એકબીજાને ગાળો આપે છે.

પછી ભાઈ બનીને એકબીજાનાં ખભે હાથ મૂકી ઘર જાય છે તો આ…

વલસાડ’ છે.

****************************

બે આદમી ઝઘડી રહ્યા છે,

બે વ્યક્તિ વધારે આવે છે, તેઓ પણ ઝઘડે છે કે

કોણ સાચું છે ને કોણ ખોટું, જોતજોતામાં વધારે ભીડ થઇ જાય છે

હવે આખી ભીડ ઝધડવા લાગે છે, ઝઘડનાર ત્યાંથી રફુચક્કર થઈ જાય છે..

તો આ…‘ રાજકોટ’ છે.

****************************

અને જો..

બે આદમી ઝઘડી રહ્યા છે અને તે બંનેની લડાઈમાં

કોઈ ત્રીજોજ મારીને ચાલ્યો જાય છે તો પછી

સમજી લેવું કે ‘જામનગર’ માં તમારું સ્વાગત છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,861 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>