આમ તો આખી દુનિયા જ અજીબો-ગરીબ વસ્તુઓથી ભરી પડેલ છે. જયારે રસ્તામાં ટ્રેન જતી હોય અને પ્લેન તેની રાહ જોવે એવું બહુ ઓછુ જ થાય. જોકે, દુનિયામાં આવું પહેલીવાર જ થયું છે. આવો નઝારો ન્યુઝીલેન્ડમાં જોવા મળે છે.
ન્યુઝીલેન્ડમાં એક ખાસ પ્રકારનું એરપોર્ટ છે જ્યાંના નોર્થ આઈલેન્ડ માં આ એરપોર્ટ બનેલ છે જેનું નામ ‘ગીસબોર્ન એરપોર્ટ’ છે. અહી સવારે સાડા છ થી રાત્રે સાડા આઠ સુધી રેલમાર્ગ અને રનવે બંને બીઝી રહે છે.
ખરેખર, રનવે (પ્લેન નો રસ્તો) રેલ્વે ટ્રેકની વચ્ચોવચ બનેલ છે. તેથી પ્લેન અને રેલ્વે એકસાથે પોતાનો સફર પસાર કરે છે. તો ક્યારેક ટ્રેન પસાર થતી હોય ત્યારે પ્લેન ઉડવાની રાહ જુએ છે. ઘણા લોકો અહી આ નઝારો જોવા માટે પણ જાય છે.