આ અદ્ભુત મંદિરમાં પુજારી પણ નથી કરી શકતા ભગવાનના દર્શન!!

IMG_1472

આપણા દેશમાં ઘણા બધા અજબ ગજબ મંદિરો આવેલ છે. જે દૈવીય શક્તિઓના વિદ્યાપીઠ છે. જે ઘણી અલગ અલગ માન્યતાઓથી બનેલ મંદિરો છે. આમાંથી અમુક મંદિરો રહસ્યમય અને ચમત્કારી છે. આજે અમે તમને દૈવીય શક્તિનો વિદ્યાપીઠ એવા ઉત્તરાખંડના મંદિર વિષે જણાવવાના છીએ.

ઉત્તરાખંડ આધ્યાત્મિકતાનું રાજ્ય છે. અહીની ઘરતીમાં સુકુન અને આધ્યાત્મિકતા છલકે છે. અહી ઘણા મોટા-મોટા સત્પુરુષોનો જન્મ થયેલ છે. આમ તો અહી ઘણા બધા મંદિરો આવેલ છે, પણ નાગરાજ મંદિરની વાત જ અનોખી છે.

ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના દેવાલ બ્લોકના મંદિરમાં નાગરાજ વિરાજમાન છે. આ મંદિરમાં વીઆઈપી લોકો પણ દર્શન કરવા ન જઈ શકે. આ સિવાય પૂજારીનું પણ અહી નથી ચાલતું. તેઓ જયારે મંદિરે આરતી કરવા જાય ત્યારે મોઢા પર અને આંખે પટ્ટી બાંધીને જાય છે. આ મંદિર ‘લાટુ દેવતા’ ના નામે ઓળખાય છે.

latu-devta-temple-chamoli-uttrakhand

શ્રદ્ધાળુઓ આ મંદિરના પરિસરમાં લગભગ ૭૫ ફૂટ દુર રહીને પૂજા કરી મનોકામના માંગે છે. મંદિરની આસપાસ ના લોકોનું કહેવું છે કે મંદિરમાં નાગરાજ વિરાજમાન છે અને તેમની પાસે મણી છે, જે અદ્ભુત શક્તિ ઘરાવે છે. આ કારણે ભક્તોને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.

આના વિષે એવી પણ માન્યતા છે કે મણીનો તીવ્ર પ્રકાશ લોકોને આંધળા બનાવી શકે છે. આ મંદિર વૈશાખી પૂર્ણિમાના દિવસે વર્ષમાં એક જ વાર ખુલે છે. જયારે આને ખોલવામાં આવે છે ત્યારે પુજારી આંખે-મોઢે પટ્ટી બાંધી દે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,476 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>