રોજ થઈ છે અબજો નો કારોબાર આ ઈમારતોમાં

Netherland Amsterdam

આઈએનજી હાઉસ, એમ્સટર્ડમ

ભારતમાં આરબીઆઇએ એક વખત ફરી નવા બેન્કિંગ લાઇસન્સ આપવાની કવાયત શરૂ કરી દીધી છે. જેમાં ઘણી બધી વિદેશી બેંકો પણ ભારતમાં કારોબાર શરૂ કરે તેવી સંભાવના છે. આજે અમે તમને દુનિયાની એવી કેટલીક ખાસ બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર કારોબારના કારણે જ બહુ મોટી નથી પણ તેની ગ્લેમરસ ઇમારતના કારણે પણ દુનિયાભરમાં જાણીતી છે. એવી જ 5 સૌથી સુંદર ઇમારતો વિશે અમે તમને જણાવીશું, જે થોડી અલગ રીતે તૈયાર કરવામાં આવી છે અને દેખાવે તે અજીબોગરીબ લાગે છે. આ ઇમારત ઓછા સમયમાં બનીને તૈયાર થઈ છે. આજે આ ઇમારતો માત્ર તેની ડિઝાઇને કારણે જ પ્રખ્યાત નથી પરંતુ શ્રેષ્ઠ એન્જિનિયરીંગના સુંદર મોડલ તરીકે પણ જાણીતી છે.

Netherland Amsterdam

આઈએનજી હાઉસ, એમ્સટર્ડમ

આઈએનજી હાઉસ, એમ્સટર્ડમ

નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં બનેલ આ ઇમારત ગ્લોબલ ફાઇનાન્શિયલ હાઉસ આઇએનજી ગ્રુપનું મુખ્યાલય છે. આકારને કારણે તેની અલગ જ ઓળખ છે. તેને ‘શૂ બિલ્ડિંગ’ના નામથી પણ જાણીતી છે. દૂરથી તેનો બેસ 16 પાયાવાળા ટેબલ જેવો દેખાય છે. ઓછા સમયમાં (નવેમ્બર 1999 થી સપ્ટેમ્બર 2002)માં નિર્માણ પૂર્ણ કરવાનું શ્રેય એમ્સટર્ડમની ફર્મ મેયર એન્ડ વેન સ્કુટેનને જાય છે. તેના નિર્માણમાં બ્રિજ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Bank of America Tower New york

બેંક ઓફ અમેરિકા ટાવર, ન્યૂયોર્ક

બેંક ઓફ અમેરિકા ટાવર, ન્યૂયોર્ક

અમેરિકાના ન્યૂયોર્કમાં 2004થી આ બેંકનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, જે 2009માં પૂર્ણ થયું હતું. ખર્ચ થયો 6100 કરોડ રૂપિયા. ત્રણ આર્કિટેક્ટ ફર્મ કુકફોક્સ આર્કિટેક્ટ્સ, એલએલપી અને એડમસન એસોસિએટ્સએ 58 માળની આ ઇમારતનું નિર્માણ કર્યું હતું. ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બાદ આ 366 મીટર ઉંચાઇની સાથે બીજી સૌથી ઊંચી ઇમારત છે. વોટર સ્ટોરેજ સિસ્ટમથી આ ઇમારત દર વર્ષે 3.89 કરોડ લીટર પાણીની બચત કરે છે. 

Bank of America Tower New york

બેંક ઓફ અમેરિકા ટાવર, ન્યૂયોર્ક


બેંક ઓફ ચાઇના ટાવર, હોંગકોંગ

bank of China Tower Hongkong

બેંક ઓફ ચાઇના ટાવર, હોંગકોંગ

હોંગકોંગ સ્થિત આ ઇમારતની ઊંચાઇ 367.4 મીટર છે. આર્કિટેક્ટ ફર્મ આઈએમ પાઇ એન્ડ પાર્ટનર્સ, શર્મન કુંગ એન્ડ એસોસિએટ્સ અને થોમસ બોઅદાએ તેનું નિર્માણ એપ્રિલ 1985માં શરૂ કરી 1990 સુધીમાં પૂર્ણ કર્યું હતું. આ સમય દરમિયાન અમેરિકાની બહાર આ પ્રથમ ઇમારત હતી જેની ઊંચાઇ 305 મીટર કરતા વધુ હતી.

bank of China Tower Hongkong

બેંક ઓફ ચાઇના ટાવર, હોંગકોંગ

72 માળની આ ઇમારતમાં 49 હાઇસ્પીડ લિફ્ટ લગાવવામાં આવી છે. પ્રથમ વખત આ ઇમારતમાં કમ્પોઝિટ સ્પેસ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

bank of China Tower Hongkong

બેંક ઓફ ચાઇના ટાવર, હોંગકોંગ


સ્કોટિયા પ્લાઝા, ટોરન્ટો

Scoria plaza Torento

સ્કોટિયા પ્લાઝા, ટોરન્ટો

કેનેડાના ટોરન્ટો સ્થિત આ ઇમારત સ્કોટિયા બેંકનું મુખ્યાલય છે. ડબલ્યુજેડએમએચ આર્કિટેક્ટ્સની સાથે ઓલંપિયા એન્ડ યોર્કે તેનું નિર્માણ 1985માં શરૂ કરી 1988 સૂધી પૂર્ણ કર્યું હતું. 68 માળ અને 44 લિફ્ટવાળી આ ઇમારતની ઉંચાઇ 274.9 મીટર છે. આ કેનેડાની ત્રીજી સૌથી ઊંચી ઇમારત છે. મે 2012માં સ્કોટિયા બેંકે પોતાની આઇકોનિક ઇમારતની માલિકી 7,700 કરોડ રૂપિયામાં રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મને વેચી દીધી હતી. 


નેશનલ બેંક ઓફ દુબઈ

National Bank of Dubai

નેશનલ બેંક ઓફ દુબઈ

સાઉદી અરબની સૌથી મોટી બેંક નેશનલ બેંક ઓફ દુબઈની આ ઇમારત જૂના જહાજના આકારની બનેલી છે. આ જ કોન્સેપ્ટ પર દુબઇનું લક્ઝરી બુર્જ અલ અરબ હોટલ પણ બનેલી છે. આર્કિટેક્ટ ફર્મ દુબાર્ક આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ, નૂર ગ્રુપ કન્સલટન્ટ અને કાર્લોસ ઓટ આર્કિટેક્ટે મળીને તેનું નિર્માણ કર્યું. 1998માં તેની શરૂઆત કરવામાં આવી હતી. 125 મીટર ઊંચી અને 20 માળની સાથે આ 1998 સુધી દુબઇની સૌથી ઊંચી ઇમારત હતી.

 

National Bank of Dubai

નેશનલ બેંક ઓફ દુબઈ

 સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,547 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>