આવે છે વિન્ડોઝ ૧૦

આવે છે વિન્ડોઝ ૧૦

હજુ આપણા ધણા કોમ્પ્યુટર  વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યા છે, ત્યાં માઈક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇનસાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગી ના આઈટી પ્રોફેશનલ્સને જ આ સીસ્ટમ તપાસવાની તક મળશે.

ગયા મહીને, માઈક્રોસોફ્ટે આ નવી સીસ્ટમની જાહેરાત કરતી વખતે તેની થોડી વિગતો આપી. આજના સમયની જરૂરિયાત મુજબ, આ ઓપરેટીંગ સીસ્ટમ ફકત પીસી કે લેપટોપ પુરતી સીમિત ન રહેતા ટેબલેટ, ફોન અને ગેમિંગ કોન્સોલને તો આવરી જ લેશે, તેની સાથોસાથ નેટ સાથે કનેકટેડ બીજા સાધનોને પણ આવરી લેશે – કઈ રીતે તે હજુ સ્પષ્ટ થયું નથી. મતલબ કે ૩-૪ ઇંચનો સ્માર્ટફોન હોઈ કે ૮૦ ઈંચનું ટીવી, દરેક ડીવાઈસ પર વિન્ડોઝનો હવે એક સરખો અનુભવ મળી રહેશે.

આવે છે વિન્ડોઝ ૧૦

જે લોકો વિન્ડોઝ અક્સ્પીને ભૂલીને વિન્ડીઝ ૭ કે ૮ તરફ આગળ વધી ગયા છે તેમને આ નવી સીસ્ટમ, તેની વધુ સગવડો સાથે ઉપયોગમાં સહેલી બનશે, કેમ કે હવે માઈક્રોસોફટની ઓપરેટીંગ સીસ્ટમ ટચ સ્ક્રીન કે મોબાઈલ એક્સેસને અનુરૂપ બની ગઈ છે. પણ વિન્ડોઝ અક્સ્પીમાંથી સીધો ૧૦ પર કુદકો લગાવનારને શરૂઆતમાં ધણી મુશ્કેલ પડે તેવું બની શકે છે.

આવે છે વિન્ડોઝ ૧૦

જેમ વિન્ડોઝ ૮ વખતે તેમાં સ્ટાર્ટ બટન જોવા ન મળતા લોકો ગુંચવાતા હતા, તેવું આ વખતે નહિ બંને કેમકે વિન્ડોઝ ૧૦માં સ્ટાર્ટ બટનને વિધીવત એન્ટ્રી મળી છે અને તેમાં જુનો ને જાણીતો ટાસ્કબાર પણ ફરી મળશે. સ્ટાર્ટ મેનુમાં આપણને ગમતી એપ્સ ઉમેરવાની સગવડ છે અને મોબાઈલના નોટીફીકેશન્સની જેમ અહી પણ નવા અપડેટ્સ ફટાફટ મળશે!

Comments

comments


3,516 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 49