નરક દ્વાર વિષે જાણો

Turkmenistan is so 'hell gate', was the first pics

તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં છેલ્લા 44 વર્ષથી સળગતા એક ઊંડા ખાડામાં ઉતરનાર જ્યોર્જ કોરોનિસ પહેલા વ્યક્તિ બન્યા છે. કેનેડાના રહેવાસી જ્યોર્જ કોરોનિસે ‘નરક દ્વાર’ તરીકે ઓળખાતા આ ક્રેટર (વિશાળ ખાડામાં) પોતાની યાત્રાની તસવીરો જાહેર કરી છે. તે કહે છે કે, 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સળગતા 100 ફૂટ ઊંડા ક્રેટરમાં છેક સુધી ઉતરવાનો અનુભવ ખાસ રહ્યો, ત્યાં જાણે એવું જ લાગતું હતું કે, હું અજાણ્યા ગ્રહ પર પહોંચી ગયો હતો. હું દોરડાંઓની મદદે અંદર ઊતર્યો હતો. તેમાં ખૂબ રિસ્ક પણ હતું. જો દોરડું તૂટી જાત તો અંદર શું થાત મને ખબર નથી. મને તો એ પણ ખબર ન હતી કે, નીચે હવા શ્વાસ લેવા લાયક હશે કે નહીં, પણ મેં રિસ્ક લીધું હતું.

શું છે ‘નરક દ્વાર’

1971માં તુર્કમેનિસ્તાનમાં એક સાઇટના ડ્રિલિંગ દરમિયાન સોવિયત ભૂ-વૈજ્ઞાનિકોને કુદરતી ગેસનો ભંડાર મળ્યો, પરંતુ બાદમાં ડ્રિલિંગ કરતાં તેમા વિસ્ફોટ થયો જેને કારણે વિશાળ ક્રેટર બન્યો. વૈજ્ઞાનિકોને ડર હતો કે તેને બંધ કરીશું તો પેટાળમાં જોખમી ગેસ ઉત્પન્ન થશે, આથી તેમણે એ ખાડાને ખુલ્લો જ રહેવા દીધો. છેલ્લા 44 વર્ષોથી સતત તે ખાડો સળગી રહ્યો છે.

Turkmenistan is so 'hell gate', was the first pics

Turkmenistan is so 'hell gate', was the first pics

Turkmenistan is so 'hell gate', was the first pics

Turkmenistan is so 'hell gate', was the first pics

Turkmenistan is so 'hell gate', was the first pics

Turkmenistan is so 'hell gate', was the first picsTurkmenistan is so 'hell gate', was the first pics

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,757 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>