આવી ગયો છે રોબોટ યુગ : જાણવા જેવું

આવી ગયો રોબોટ યુગ

તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ કેટલાક વિશિષ્ટ રોબોટ બનાવ્યા છે. આ રોબોટ માનવી કરતાં પણ આગળ છે. ઇટલી સ્થિત બાયોરોબોબોટિક્સ સંસ્થાએ કેટલાક એવા રોબોટ બનાવ્યા છે કે જે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતમાં માનવી માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. ખાસ કરીને ભૂકંપની સ્થિતિ હોય કે પૂરની કે વાવાઝોડાની.

આ રોબોટ માનવી માટે આશીર્વાદ સાબિત થાય તેમ છે. આ રોબોટ અત્યંત આધુનિક ટેક્નોલોજી એથ્રોપોર્મોફિક કાઇનેમેટિક્સ દ્વારા તૈયાર થયા છે. આ ખૂબ જ સંવેદનશીલ ટેક્નિક છે જે મોટા કામને ખૂબ જ સૂક્ષ્મ રીતે કરવાની આઝાદી આપે છે. ઇટલીના વૈજ્ઞાનિકોએ અત્યારે ચાર રોબોટ બનાવ્યા છે. આમાંના એકનું નામ છે સોફ્ટ ઓક્ટોપર્સ આર્મ રોબોટ. આ એક એવો રોબોટ હોય છે કે જેના હાથ ઓક્ટોબસની સૂંઢ જેવા હોય છે.જે તે વ્યક્તિઓ આ રોબોટને હાથમાં પહેરવાના હોય છે અને તે કોઇ પણ સુક્ષ્મ સ્થાને પોતાનો હાથ નાખી શકે છે અને જોઇ શકે છે કે અંદર શું છે.

Robotic Time

અત્યારે એવા રોબોટ પર કામ ચાલી રહ્યું છે જે તમારા આઇપેડથી નિયંત્રિત થઇ શકે. સાથે સાથે દુનિયામાં કોઇપણ સ્થાન પર મોકલી શકાય. આ ક્ષેત્રમાં ભારત પણ પાછળ નથી. લખનૌ સ્થિત એક શિક્ષણ સંસ્થાએ દાવો કર્યો છે કે તેઓએ એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટ બારૂદી સુરંગ અંગે જાણકારી આપવા માટે સક્ષમ છે. આ રોબોટને મોબાઇલ ફોન કે સેટેલાઇટ ફોન દ્વારા ઓપરેટ કરી શકાય છે. આ સિવાય તે ફોટા લેવા માટે અને ધ્વનિ રેકર્ડ કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. 

આ સિવાય વૈજ્ઞાનિકોએ એવો રોબોટ પણ બનાવ્યો છે કે જે તમને કસરત કરવા પ્રેરણા પૂરી પાડશે. જ્યારે તમે જોગિંગ કરતાં હશો ત્યારે તે તમારી આગળ રહેશે અને તમને દોડવા માટે કહેશે. આ રોબોટને પણ મોબાઇલથી નિયંત્રતિ કરી શકાશે. તેની પર એક કેમેરો પણ લાગેલ હશે અને તમે કેવું દોડી રહ્યાં છો તે અંગે પણ તે તમને સતત માહિતી આપ્યા કરશે. આ સિવાય તેમાં એક કોચ મોડ પણ હશે જે તમારી કસરતની ક્ષમતાને વધારવાનું કામ કરશે. અમેરિકી રક્ષા વિભાગ દ્વારા પણ એક રોબોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આવી ગયો રોબોટ યુગ

આ રોબોટ દોડી શકે છે. આ પહેલાં પણ તેઓએ એક દોડતો રોબોટ બનાવ્યો હતો. તે ૨૧ કિ.મી.ની ઝડપે દોડી શકતો હતો. અત્યારે શોધેલ રોબોટ ૨૯ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. આ સિવાય વૈજ્ઞાનિકો તરી શકે તેવા રોબોટ પણ તૈયાર કરી રહ્યાં છે. તે કાચબાની પરિકલ્પના પર તૈયાર કરવામાં આવી રહ્યો હોવાથી તેનો દેખાવ કાચબા સમાન હશે. કહેવાનો અર્થ એ છે કે હવે વિજ્ઞાન એટલી પ્રગતિ કરી ચૂક્યું છે કે દરેક ક્ષેત્રમાં રોબોટ દ્વારા કામ કરાવી શકાય.

એવું પણ બની શકે કે આગામી યુદ્ઘ રોબોટ દ્વારા લડવામાં આવે. જોકે રોબોટના કેટલાક ભયસ્થાન પણ છે જેમકે તે માનવીઓના નિયંત્રણની બહાર જતાં રહે અને તેઓ જાતે જ સ્વનિયંત્રિત બની કાળો કેર ફેલાવે તો શું થાય વગેરે વગેરે. હોલીવુડની ઘણી ફિલ્મોમાં આ અંગે બતાવાયું છે. જોકે અત્યારે તો આ શોધથી આનંદિત જ થવાની જરૂર છે કેમકે તે માનવીની સગવડ માટે બનાવાયા છે. 

 સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,007 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 9 =