આવી ગઈ ઠંડી, બનાવો બધાને ભાવે તેવી પંજાબી સબ્જી ‘પાલક પનીર’

4495892301

4 વ્યક્તિઓ માટે પાલક પનીરની સબ્જી બનાવવાની રીત

સામગ્રી:

500 ગ્રામ પાલક
100 ગ્રામ પનીર
2 ડુંગળી
3 ટેબલ સ્પૂન માખણ
2-3 તમાલપત્ર
1 ટીસ્પૂન જીરુ
મીઠું, સ્વાદ અનુસાર
1/4 ટીસ્પૂન મરી પાવડર
3/4ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
1 ટીસ્પૂન ગરમ મસાલો
વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે


રીત:

- આદુ લસી પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને થોડુ પાણી પાલક સાથે મિક્સ કરો.
-તેને 7-8 મિનીટ માટે પ્રેશર કુકરમાં બાફો. (લગભગ 1 સીટી)
- પનીરને નાના ટુકડામાં કાપી લો. 3 ટુકડાને ગાર્નિશ કરવા માટે બાજુમાં રહેવા દો.
- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર તળો.
-થોડા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.
- હવે 2 ટેબલસ્પૂન માખણ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુ નાંખો. 
-સમારેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
- તેમાં મીઠું, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.
- હવે પનીરના ટુકડા અને પાલકને ગ્રાઈન્ડ કરીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- પાલક પનીરને બરાબર ધીમી આંચે પકવા દો, તેમાં વધારાનું માખણ ઉમેરી લો
-હવે ગાર્નિશીગ માટે ઉપરથી પનીરના સાઈડમાં રાખેલાં ટુકડા નાખો
- ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,517 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>