ઘણીવાર નિરંતર પૈસાના નુક્શાનનું કારણ વાસ્તુ સંબંધી દોષ પણ હોય શકે છે. વાસ્તુના આ ૫ કારણોને ધ્યાનમાં રાખીએ તો આપણે થતા પૈસાના નુકશાનને બચાવી શકીએ છીએ.
નાણાં રાખવાની યોગ્ય દિશા
ધનમાં વૃદ્ધિ અને બચત માટે આપણે તિજોરીમાં ધન મુકીએ છીએ. તિજોરીને દક્ષિણ દિશામાં એવી રીતે મુકો કે તેનું મોઠું ઉત્તર દિશા તરફ રહે. ધનની વૃદ્ધિ માટે તિજોરી મોઠું ઉત્તર દિશાએ રાખવું એ સૌથી શ્રેષ્ઠ મનાય છે.
નળ માંથી પાણી ટપકવું
ધરના નળ માંથી પાણી નીકળવું એ સામાન્ય બાબત છે. એટલા માટે જ કેટલાક લોકો આના પર ધ્યાન આપતા નથી. નળ માંથી પાણી ટપકવું એ વાસ્તુશાસ્ત્ર માં આર્થિક નુક્શાનનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. વાસ્તુના નિયમો અનુસાર નળ માંથી ધીરે ધીરે પાણી ટપકવું એ ધનનો ખર્ચા કરવાનો સંકેત માનવામાં આવે છે. એટલા માટે જો નળ ખરાબ થઈ ગયો હોય તો તેને તરત જ બદલી નાખવો.
બેડરૂમમાં લગાઓ ધાતુની વસ્તુઓ
બેડરૂમમાં ગેટના સામેની દીવાલની ડાબી બાજુએ કોઇપણ ધાતુની વસ્તુ લગાવી રાખવી. વાસ્તુશાસ્ત્ર આ જગ્યા ભાગ્ય અને સંપત્તિનું સ્થાન માનવામાં આવે છે. આ દિશાની દીવાલ માં તિરાડો ન હોવી જોઈએ. આ દિશાનો કોઈપણ ભાગ કપાયેલ હોય તો તે પણ આર્થિક નુક્શાનનું કારણ બની શકે છે.
ઘરમાં ન રાખો ભંગાર
ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો રાખવા અથવા ભંગાર જમા કરીને રાખવાથી તે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. તૂટેલો પલંગ, કબાટ અથવા લાકડા વગેરે સમાન પણ ધરમાં ન રાખવો. આમ કરવાથી ધરના આર્થિક લાભમાં ઘટાડો થાઈ છે ખર્ચ પણ વધે છે. અગાસીમાં કે પગથિયાની નીચે ભંગાર ભેગો કરીને રાખવાથી અર્થિક નુકશાન થાઈ છે.
વધારે પાણી ઠોળવું
વાસ્તુશાસ્ત્ર અનુસાર જળનો નિકાસ એ ધણી વસ્તુને પ્રભાવિત કરે છે. જેના ઘરમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પાણીનો નિકાસ થતો હોય, તેમણે આર્થિક સમસ્યાની સાથે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. ઉત્તર અને પૂર્વ દિશામાં જળને નિકાસ કરવો એ આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે.