થોડા સમય પહેલા પોતાની પ્રેગનન્સી અને પ્રેગનન્સી બાદ પોતાના બાળક ને કારણે કરીના કપૂર ચર્ચામાં હતી. હવે તે ફરીવાર લાઇમલાઇટમાં આવી ગઈ છે. જોકે, આ વખતે તે પોતાના પર્સનલ કારણોને લીધે નહિ પણ પ્રોફેશનલ કારણોએ લીધે છે.
ઠીક છે, વાત એમ છે કે કરીના હવે બોલીવુડ ના શહેનશાહ એવા અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેક્શનિસ્ટ એવા આમીર ખાન સાથે પોતાની આવનાર ફિલ્મમાં દેખાઈ શકે છે. આ ફિલ્મનું નામ ‘ઠગ ઓફ હિન્દુસ્તાન’ છે.
આ ફિલ્મને યશરાજ ના બેનર હેઠળ બનાવવામાં આવશે. આ ત્રણેય સ્ટાર આ ફિલ્મમાં લીડ રોલ તરીકે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન બોલીવુડના ફેમસ વિજય કૃષ્ણ આચાર્ય કરી રહ્યા છે. કરીના ની પહેલા આ ફિલ્મમાં મેન ફીમેલ લીડ રોલ તરીકે કૃતિ સેનન અને આલીયા ભટ્ટનું નામ જોડવામાં આવ્યું.
હવે તેવામાં એક વધુ કરીના કપૂર ખાનનું નામ જોડાઈ ગયું છે. ‘ઠગ ઓફ હિન્દુસ્તાન’ નામની ફિલ્મમાં કરીના જોવા મળશે એ અંગે હજુ કરીના એ કોઈ ઓફીશીયલ અનાઉંસમેન્ટ કરી નથી. આમીર ની આ ફિલ્મ મેડોવ્સ ટેલર ની બુક ‘કન્ફેશન ઓફ અ ઠગ’ પર આધારિત છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ ના દિવાળીની આજુબાજુ રીલીઝ થઇ શકે છે.