આપણા મહાપુરુષની મહાનતા

Our magnified greatness

‘એય, મારો દરજી ક્યાં ગયો ?’ આધેડ ગૃહસ્થે બૂમ મારી. હાંફળાંફાંફળાં થતા એકવડિયા બાંધાના એક સજ્જન અંદરના ઓરડામાંથી બહાર દોડી આવ્યા. પેલા ગૃહસ્થે એમના હાથમાં કોટ પકડાવી દઈ આજ્ઞા કરી :

‘આ બટન બધાં તૂટી ગયાં છે. અત્યારે ને અત્યારે સાંધી લાવ !’
પેલા સજ્જન તરત જ બાજુના રૂમમાં ગયા.
કોટને બનતી ત્વરાએ બટન ટાંકી, કોટ પાછો આપી ગયા.

થોડી વાર થઈ હશે ત્યાં પેલા સદગૃહસ્થે ફરી આજ્ઞા કરી : ‘અરે, પેલો ધોબી ક્યાં ગયો ?’ આજ્ઞાના સ્વર કાન સાથે અથડાતાં, પેલા સજ્જન સેવામાં સવિનય હાજર થયા. એમને બીજી આજ્ઞા અપાઈ : ‘આ મારી શાલ કેટલી બધી મેલી છે ! તું સાવ બેદરકાર બની ગયો છે. જા, અત્યારે ને અત્યારે ધોઈ આવ.’ સજ્જન બાથરૂમમાં જઈને શાલ ધોવા બેસી ગયા. થોડી વાર પછી એમણે શાલ વરંડાના તાર પર સુકવી દીધી.

Our magnified greatness

ત્યાં ફરી આજ્ઞા થઈ : ‘અરે ! તારા કોઈ કામમાં ભલીવાર નથી. ગાદલા પર ઓછાડ આમ પથરાય ! કેટલી બધી કરચલીઓ પડી છે એના પર ! ચાલ, અત્યારે ને અત્યારે પથારી ખંખેરી નાખી, સરસ રીતે ઓછાડ પાથરી નાખ !’ પેલા સજ્જન સ્ફૂર્તિથી કામે લાગી ગયા. ગાદલા પરનો ઓછાડ ઝાપટીને સરસ રીતે પાથરી દીધો. એ ઓરડાનો કચરોય વાળી-ઝૂડી, ઓરડાને અરીસા જેવો ચોખ્ખોચટ બનાવી દીધો. આમ શેઠ અને નોકરનો આ ખેલ આખો દિવસ ચાલતો રહ્યો. આગંતુકો આ દશ્ય નિહાળતા ત્યારે અચંબાનો પાર ન રહેતો. આધેડ વયના સદગૃહસ્થને પેલા સજ્જન ગુરુદેવ તરીકે સન્માનતા. એમનો પડ્યો બોલ ઝીલવા દર પળે તૈયાર રહેતા. એ સજ્જનના આમંત્રણથી જ એ આધેડ વયના ગૃહસ્થ જોહાનિસબર્ગ આવ્યા હતા ને એમને ત્યાં એમની અંગત સરભરા નીચે શેઠાઈનો આ નિર્દોષ આનંદ માણી રહ્યા હતા. સજ્જને સ્વેચ્છાએ નોકરનું પદ સ્વીકાર્યું હતું. સદગૃહસ્થ શેઠ તરીકે વર્તન કરી, નિર્દોષ આનંદ માણી રહ્યા હતા. પેલા સજ્જનને પણ એ આનંદની અનુભૂતિમાં ભાગીદાર બનાવી રહ્યા હતા.

આધેડવયના સદગૃહસ્થ હતા ગોપાળકૃષ્ણ ગોખલે. અને તે સજ્જન હતા મહાત્મા ગાંધીજી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,031 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>