મોબાઇલ ફોનની સુવિધાઓ અને મનોરંજનને ધ્યાનમાં રાખીને સતત તેનો ઉપયોગ વધતો જાય છે. મોબાઇલફોનના લોકો એટલા બધા ક્રેઝી થઇ ગયા છે કે મોબાઇલ વગર હવે લોકોની જિંદગી અધુરી લાગે છે. તાજેતરમાં બહાર આવેલા એક સર્વેમાં લોકોના મોબાઇલ ફોન પ્રત્યેની દિવાનગીનો ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું હતું.
સર્વે પ્રમાણે 57 ટકા લોકો માને છે કે તેઓ સ્માર્ટફોન વગર નથી રહી શકતા. પ્રત્યેક ત્રણમાંથી એક વ્યક્તિએ સ્વીકાર કર્યું હતું કે, તે પોતાના સ્માર્ટફોન માટે એક સપ્તાહ સુધી ટેલિવિઝન જોવાનું છોડી શકે છે. જાણકારોના મત પ્રમાણે સ્માર્ટફોન કોઇ પણ ઉંમરના લોકો માટે જરૂરિયાતનું સાધન બની ગયું છે.
સ્માર્ટફોનના ઉપયોગકર્તા લોકોના વ્યવહારોના અભ્યાસમાં એ સ્પષ્ટ થયું હતું કે, મોટા ભાગે યુવાવર્ગ મોબાઇલ ફોનની સાથે સૌથી વધારે સમય ગાળવાનું પસંદ કરે છે. આ દરમિયાન તે બીજા કોઇ કામને ન કરવાનું જરૂરી સમજે છે.
સર્વે પ્રમાણે બજારમાં ગળાકાપ પ્રતિસ્પર્ધા વચ્ચે પોતાનો દબદબો રાખવાના ઉદ્યેશ્યથી મોબાઇલ ફોન નિર્માતા કંપનીઓ સ્માર્ટફોનના ફિચરમાં લગાતાર વધારો કરી રહ્યા છે. જેનાથી દરેક ઉંમરના લોકોની રોજની ભાગદોડવાળી જિંદગીમાં ગણી સરળતા આપી છે. જેનાથી સ્માર્ટફોનની પ્રત્યે તેમનો ક્રેજ સતત વધી રહ્યો છે.
દુનિયામાં સ્માર્ટફોનથી સર્વાધિક ઉપયોગમાં કરવાવાળા દેશો અમેરિકા, ભારત, ચીન, જર્મની અને બ્રાઝિલના 16થી 65 વર્ષના ઉંમરના 2,500 લોકો સાથે વાચતીતના આધારે આ રિપોર્ટનો બનાવવમાં આવ્યો હતો. ત્રણમાંથી એક ભારતીય અને બેમાંથી એક ચીની પોતાના સ્માર્ટફોન માટે એક સપ્તાહ સુધી ટેલિવિઝન જોવાનું પણ છોડી શકે છે.