આદું યુક્ત ચા પીવાના ગુણકારી ફાયદાઓ

ginger tea

સામાન્ય રીતે ઠંડીનું આગમન થતા જ લોકો આદું વાળી ચા પીવા લાગે છે. પરંતુ આના ફાયદાઓ એટલા બધા છે કે કોઇપણ ઋતુમાં તમે આદુંની ચા પી શકો છો.

સવાર સવારમાં એક કપ આદુંની ચા ફક્ત તમને રીફ્રેશ જ નથી કરતી પણ આમાં ઘણા રોગોને દુર કરવાના ગુણ રહેલ છે. આદુમાં એન્ટી હિસ્ટેમાઇન ગુણધર્મો રહેલ છે, જે શરદી, ઉધરસ અને ગળાની બળતરાને દુર કરે છે. આદુમાં રહેલ એન્ટી ઇન્ફલેમટોરી ગુણ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે. ચાલો જાણીએ આના ગુણો.

* આદુના ઘણા તબીબી ફાયદાઓ છે. આ વિટામીન એ, સી, ઇ, અને બી-કોમ્પલેક્ષ નો એક શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ આમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, જસત, કેલ્શિયમ અને બિટા કેરોટિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

* જયારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આદુની ચા પીવાથી મોશન સિકનેસ થી થતી ઉલટી નથી થતી. સાથે જ ઉબકા પણ નથી આવતા.

* આદુંમાં બળતરા ઓછી કરવાનો ગુણ હોય છે, જેનાથી આ સાંધાની સમસ્યાનો સારો ઘરેલું ઉપાય બને છે.

arbata-550ab9f816c72

* ભૂખ ન લાગતી હોય તો આદુની ચા છે અસરકારક. ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ. આદુ વાળી ચા પીવાથી ભુખ ખુલે છે. આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

* આદુંની ચા માંથી મળતા વિટામીન, ખનીજો અને એમિનો એસિડ રક્ત પરિભ્રમણ બહેતર બનાવવા માટે મદદરૂપ થાય છે, જેથી કાર્ડીવાસક્યુલરની તકલીફ (રક્તવાહિની ની સમસ્યાઓ) ઓછી થવાની સંભાવના રહે છે. આનાથી હ્રદય રોગનો હુમલો અને સ્ટ્રોક જોખમ પણ દુર થાય છે.

* આદુમાં એન્ટીઑકિસડન્ટ મોટી માત્રામાં મળી આવે છે, જેનાથી તમારી ઇમ્યુનીટી મજબૂત થશે.

* જીંજર યુક્ત ચા પીવાથી તમારા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહેશે. રોજ આદુ વાળી ચા પીઓ અને પછી જુઓ દિવસ ભર પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટીવ રહો છો.

516484807_XS

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


13,540 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>