આજે માણો એકદમ ચટપટી રાજમાં સેવપુરી નો સ્વાદ….

સામગ્રી

chees-chat

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ ટીસ્પૂન અજમાના દાણા,

*  ચપટી હિંગ,

*  ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ,

*  ૧૧/૨ કપ ટોમેટો પલ્પ,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૨ ટીસ્પૂન શુગર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ કપ રાજમાં,

*  ૧ ટીસ્પૂન ધાણાજીરું પાવડર,

*  ૧ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો,

*  ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૬ પાપડી,

*  ૧/૨ કપ બારીક સમારેલ ડુંગળી,

*  ૧/૨ કપ સેવ.

રીત

સૌપ્રથમ ટોમેટો ચટણી બનાવવા માટે નોનસ્ટીક માં ઓઈલ નાખી તેમાં અજમાના દાણાને થોડા ગરમ થવા દેવા. હવે આમાં ચપટી હિંગ અને લસણની પેસ્ટ નાખી એકાદ-બે સેકંડ માટે સૌતે કરવું.

બાદમાં આમાં ટોમેટો પલ્પ નાખીને મિક્સ કરી ત્રણ મિનીટ માટે ધીમા ગેસે કુક થવા દેવું. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. પછી આમાં લાલ મરચું, શુગર અને સ્વાદાનુસાર મીઠું નાખી એકાદ મિનીટ સુધી કુક થવા દેવું. એક મિનીટ બાદ ગેસ બંધ કરી દેવો.

હવે રાજમાં નું ટોપિંગ બનાવવા માટે રાજમાં (બાફેલા અને મેશ કરેલ), ધાણાજીરું પાવડર, લાલ મરચું, ચાટ મસાલો, લીંબુનો રસ, બારીક સમારેલ કોથમીર અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરવું.

ત્યારબાદ સેવ પૂરી બનાવવા માટે એક પ્લેટમાં પાપડી મૂકી તેના પર અડધી ચમચી જેટલું રાજ્માંનું ટોપિંગ (દરેક પાપડી) મુકવું. હવે તેના ઉપર લેયર બનાવવા માટે દરેક પાપડી પર અડધી ચમચી જેટલી બારીક સમારેલ ડુંગળી, અડધી ચમચી જેટલી ટોમેટો ચટણી અને સેવ નાખી આને સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,963 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>