આજે ભારતમાં લોન્ચ થશે વિશ્વનું સૌથી પતલુ લેપટોપ HP Spectre

June-21-will-be-launched-in-India-the-world-s-thinnest-laptop-HP-Spectre

HP એ ભારતમાં દુનિયાનું સૌથી પતલુ લેપટોપ HP Spectre લોન્ચ કરવાની બધી તૈયારીઓ કરી નાખી છે. આ ૨૧ જુન એટલેકે આજે લોન્ચ થવાનું છે. કંપનીએ દાવો કર્યો છે કે સ્પેક્ટર 13 દુનિયાનું સૌથી પતલુ લેપટોપ છે.

વિશ્વનું સૌથી પતલુ લેપટોપ હોવાને કારણે આમાં AAA બેટરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ લગભગ 10.4mm પતલુ છે અને તેનો વજન 1.1kg. છે. જોકે, અત્યાર સુધી આપણે વિશ્વના પતલા લેપટોપ માટે એપલનું મેક બુક એયર ને જાણતા હતા. પરંતુ હવે દુનિયામાં HP ના આ નવા લેપટોપે દસ્તક આપી છે.

HP એ 13 ઇંચના ડિસ્પ્લે વાળા લેપટોપની રેન્જમાં  HP Spectre ને 13.3 ઇંચના ડિસપ્લેની સાથે ટેક ની દુનિયામાં ઉતારીને એક નવું બેન્ચમાર્ક સેટ કર્યું છે. HP Spectre લેપટોપ ઇન્ટેલના કોર i5 અને i7 પ્રોસેસરના વેરીયેનટ્સ સાથે ભારતમાં ઉતારવામાં આવશે. 13.3 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે સાથે  HP Spectre માં 8 GB ની RAM અને 256 GB ની સ્ટોરેજ આપવામાં આવી છે.

આની બોડીની કિનારમાં એલ્યુમિનિયમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આના તળિયાનો ભાગ કાર્બન ફાઇબરથી બનેલ છે. HP Spectre માં યુએસબી પોર્ટ-સી નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આની કિંમત લગભગ 1169 ડોલર હશે, જોકે ભારતમાં આની કિંમત 78,282 રૂપિયા હોય તેવી સંભાવના છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,158 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>