આજે જ બનાવો બેક્ડ પોટેટો

સામગ્રી

8078347275_0692864e7f

* ૧ ટીસ્પૂન બટર,

* ૧ કપ સમારેલ બ્રોકોલી,

* ૧ કપ સમારેલ ટામેટાં,

* ૨ ટીસ્પૂન સમારેલ લસણ,

* ૧૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,

* ૧/૪ કપ ફ્રેશ ક્રીમ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૨ ટીસ્પૂન મરીનો ભૂકો,

* ૩/૪ કપ છીણેલું મોઝારેલા ચીઝ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

સૌપ્રથમ બ્રોકોલી અને રેડ પેપરનું ફીલિંગ બનાવવા માટે તવામાં બટર, સમારેલ બ્રોકોલી, સમારેલ ટામેટાં, સમારેલ લસણ અને સમારેલ લીલા મરચાં નાખી બે થી ત્રણ મિનીટ સુધી સૌતે કરવું.

હવે આ મિશ્રણમાં ફ્રેશ ક્રીમ, સ્વાદાનુસાર મીઠું અને મરીનો ભૂકો નાખી બે મિનીટ સુધી કૂક થવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરી આમાં છીણેલું મોઝારેલા ચીઝ નાખી મિક્સ કરવું. પછી  આ મિશ્રણને ઠંડુ થવા દેવું.

ત્યારબાદ બટાટાને છાલ ઉતાર્યા વગર વચ્ચેથી કટ કરીને આનો ચમચી વડે વચ્ચેનો ભાગ દુર કરવું. પછી આ બટાટામાં મીઠું નાખી તૈયાર કરેલ ફીલિંગ આમાં ભરવું. પછી આ બટાટાને ઓવનમાં 200 ડીગ્રી સેલ્શીયસ પર પાંચ થી સાત મિનીટ સુધી રાખવું. તો તૈયાર છે બેક્ડ પોટેટો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,363 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>