સામગ્રી
૨ ટેબલ સ્પૂન ઘી,
૧ ટેબલ સ્પૂન આખું જીરું,
૧ ટેબલ સ્પૂન રાઈ,
૧ ટેબલ સ્પૂન મેથી,
૧ ટેબલ મરી,
૧/૨ ટેબલ સ્પૂન એલચીનો ભૂકો,
૧/૨ ટેબલ સ્પૂન હિંગ,
૧/૨ કપ સ્લાઈસ કરેલ ડુંગળી,
૧ ટેબલ સ્પૂન આદું-લસણની પેસ્ટ,
૧/૨ કપ પલાળેલા અને બાફેલા કાબુલી ચણા,
૧/૨ ટેબલ સ્પૂન હળદર,
૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,
૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો,
સ્વાદાનુસાર મીઠું,
૨ ટેબલ સ્પૂન કેરીનો આચાર,
૧૧/૪ કપ ૧૦ મિનીટ સુધી પલાળેલા ચોખા,
૨૧/૨ કપ ગરમ પાણી,
૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર
.
રીત
કુકરમાં ઘી, આખું જીરું, રાઈ, મેથી, મરી, એલચીનો ભૂકો અને હિંગ નાખીને એકાદ બે મિનીટ સુધી હલાવવું. હવે આ મિશ્રણમાં સ્લાઈસ કરેલ ડુંગળી નાખીને એક થી બે મિનીટ સુધી સાંતડવું. પછી આમાં આદું-લસણની પેસ્ટ, પલાળેલા અને બાફેલા કાબુલી ચણા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદાનુસાર મીઠું અને કેરીનો આચાર નાખીને એક મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ આમાં ૧૦ મિનીટ સુધી પલાળેલા ચોખા નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું. પછી આમાં ગરમ પાણી નાખીને બરાબર હલાવવું. હવે કુકરને બંધ કરી બે વ્હીસલ વગાડવી. તો તૈયાર છે આચારી ચણા પુલાવ. કુકરમાંથી એક પ્લેટમાં પુલાવને કાઢીને તેની ઉપર સમારેલ કોથમીર નાખવી. હવે આને ગરમાગરમ સર્વ કરો.