આજે છે વેલેન્ટાઇન વિક નો ૭મો ‘Kiss day’….

kissday

‘કિસ ડે’ એ રોમેન્ટિક વેલેન્ટાઇન વિક નો ૭મો દિવસ છે. જોકે, સૌથી સારી વાત તો એ છે કે તમે આના વિષે બધું જાણો જ છો. છતાં પણ તમને થોડું જણાવી દઈએ. આને ૧૩ ફેબ્રુઆરી ના દિવસે મનાવવામાં આવે છે.

‘કિસ ડે’ પણ વેલેન્ટાઇન વિક નો ખુબજ ખાસ દિવસ છે, જેની કપલ્સ ખુબ લાંબા સમયથી રાહ જોતા હોય છે. આ ડે વિષે સાંભળીને પ્રેમીઓ ના દિલના ‘હાર્ટ બીટ’ વધવા લાગે છે.

આમ તો કોઈને ચુંબન કરવા માટે કોઈ ખાસ દિવસો જરૂરી નથી પણ પશ્ચિમી દેશોમાં આના માટે સ્પેશ્યલ એક દિવસ બનાવવામાં આવ્યો છે. તેથી લોકો ‘કિસ ડે’ સેલીબ્રેટ કરે છે. આ દિવસે તમે તમારા પાર્ટનર ને જાદુઈ હગ કરીને પોતાની ભાવનાઓ સાથે કિસ કરી શકો છો.

romantic couple love wallpapers miss u sad alone girls quotes (7)

આ ખાસ દિવસે પ્રેમી કિસ ના માધ્યમે પોતાના પ્રેમનો પાર્ટનરને અહેસાસ કરાવે છે. ઈશ્કજાદો ના શબ્દો અનુસાર જયારે પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરવી હોય ત્યારે શબ્દોનો દરજ્જો ઓછો પડી જાય છે, ત્યારે કિસ કરવાથી જ આ કામ પૂરું થાય છે. આ ફક્ત શબ્દો જ નથી સાહેબ! વૈજ્ઞાનિકો પણ કિસ ની મહાનતા સાબિત કરી ચુક્યા છે.

ખરેખર, જયારે આપણે Kiss કરીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સીટોસિન ની માત્રા વધી જાય છે. જેણે લવ હાર્મોન્સ કહેવાય છે, જે સબંધો વધારવા અને સ્ટ્રેસ (તનાવ) દુર કરવા જરૂરી છે. તેથી જ લોકો પ્રેમનો ઈઝહાર કરવા, પેચઅપ માં કે બ્રેકઅપમાં લવબર્ડ્સ એકબીજાને kiss કરે છે.

kiss એકબીજા માટે પ્રેમ, જુનુન અને સમ્માન ની ભાવના પ્રદર્શિત કરે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ પોતાની પહેલી kiss ને ક્યારેય નથી ભૂલી શકતું, કારણકે આ જીવનનો પહેલો અને ખાસ અનુભવ હોય છે. તો તમે પણ તમારા પ્રેમી સાથે કરો kiss day નું સેલિબ્રેશન.

22547d6e226ac135bb111d5b5f17256f

Comments

comments


6,887 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3