આજે છે નીલ નીતિન મુકેશના રાજસ્થાનમાં રોયલ લગ્ન….

Rukmini-Sahay-Neil-Nitin-Mukesh

બોલીવુડમાં ચાર્મિંગ કહેવાતા ડુડ એક્ટર નીલ નીતિન મુકેશના આજે રોયલ લગ્ન છે. આ શાહી લગ્ન રાજસ્થાન માં રાખવામાં આવ્યા છે. નીલના લગ્ન રુકમણી સહાય સાથે થઇ રહ્યા છે.

લાગે છે નીલનું ફેવરીટ સ્થળ રાજસ્થાન લાગે છે, તેથી જ તો તેમણે સગાઇ પણ ઉદયપુર માં જ કરી હતી. નીલ રુકમણી સહાય સાથે લગ્ન નું પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરી ચુક્યા છે. નીલ અને રુકમણીના આ અરેંજ મેરેજ છે.

નીલ ની ફેમીલીએ જ રુકમણી ને પસંદ કરી છે. આ બંનેના પરિવારો લાંબા સમયથી એકબીજાને જાણે છે. ઉપરાંત નીલ અને રુકમણી પણ બાળપણ ના ફ્રેન્ડ છે. રુકમણીનો જન્મ ૧૯૮૯માં મુંબઈમાં જ થયો છે. તે ૨૭ વર્ષ ની છે. નીલ તેના કરતા ૬ વર્ષ મોટા છે.

રુકમણીની મહેંદી સેરેમની ‘મેવાડી મેળા’ ની થીમ પર હતી. બુધવારે થયેલ મહેંદી સેરેમની માં બોલીવુડના સ્ટાર ઋષિ કપૂર સહિત અન્ય સ્ટાર્સ પણ આશીર્વાદ આપવા પહોચ્યા હતા. મહેંદીના ફંકશનમાં નીલ પોતાની ફિયાન્સીને મળવા ફૂલોથી સજાવેલ ડીઝાઇનર રીક્ષામાં પહોચ્યા હતા.

rukmini-story_647_020917115100

લગ્ન અંગે નીલ જણાવે છે કે તેમના પિતાનું સપનું છે કે તે ‘લેકસીટી’ (ઉદયપુર) માં લગ્નના સાત ફેર લે. તેથી નીલ ઉદયપુરમાં તેમનું સપનું પૂરું કરી રહ્યા છે. તેમના લગ્ન ‘રેડીસન બ્લુ’ હોટેલમાં થઇ રહ્યા છે. જાણકારી અનુસાર તેમના લગ્નમાં ૫૦૦ ગેસ્ટ શામેલ થશે.

કહેવાય છે કે નીલ લગ્ન બાદ પોતાના નવા ઘરે શિફ્ટ નહિ થાય પણ પોતાના જુના ઘરે પોતાના માતા-પિતા સાથે જ રહેશે. જયારે નીલે નવા ઘરે જવાની રુકમણી ને વાત કરી ત્યારે તે ઘણી નારાજ થઇ હતી. તેથી તેઓ બંને પોતાના પેરેન્ટ્સ સાથે જ રહેશે.

લગ્ન બાદ તેમનું રીસેપ્શન ૧૭ ફેબ્રુઆરી એ મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં થશે, જેથી બોલીવુડની મોટી-મોટી હસ્તીઓ શામેલ થાય. જુઓ આ બંને કપલના ફોટોસ…

neil

neil-nitin-mukesh-calls-his-engagement-ceremony-a-family-holiday-201702-899267

Neil-Nitin-Mukesh-and-Rukmini-Sahay

article-l-20172386575425074000

Comments

comments


5,326 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 72