આખી દુનિયા બનાવટી જ છે….

11

વાંચો મઝા આવશે

કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે.
અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે.

જે માણસાઈ થી મઢેલી હોય છે ,
તે ઝુંપડી પણ હવેલી હોય છે.

સાલું આપણે સાચા,
હોય તોય જમાનો ખોટા પાડે છે.
ને એક પથ્થર,
સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે.

જીંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી…
સ્વાર્થી લોકો મળતા ગયા અને ગાંઠો વધતી ગઈ…!!!

સુખી થવા નો એક જ માર્ગ છે, જયારે બે વ્યક્તિ મળે ત્યારે ત્રીજા ના સુખ નો વિચાર કરે.

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,….કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,….પરંતુ અમીર જરૂર બનાવી દે છે…

કંઈક તો છેલ્લે રહી અધુરૂં જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે ..

દુખ આપવાની ભલેને હોય બધામાં હોશિયારી….
પણ ખુશ રહેવાની ખુદમા હોવી જોઈ તૈયારી….

અરમાન એટલાં પણ ઉંચા ના હોવા જોઈએ કે સ્વમાન ગીરવે મુકવું પડે, બાકી તો જાત આખી વેચી મારીએ તો પણ શોખ અધૂરા રહી જાય..!

મકાનની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય….

જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો, દરજી અને સુથાર ના નિયમ ની જેમ “માપવું બે વાર, કાપવું એક જ વાર”…

જમાવટ તો જીંદગી માં હોવી જોઈએ….

બાકી બનાવટ તો આખી દુનિયા માં છે જ..

હસતા શીખો સાહેબ …..
રડતા તો સમય શીખડાવી દેશે…!

Comments

comments


8,414 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5