આજે ૨૩૦ દેશોમાં ભારતની મોબાઇલ ઈન્ટરનેટ રેન્કિંગ ૧૫ માં સ્થાન પર છે. આ અંગે રિલાયન્સના પ્રમુખ મુકેશ અંબાનીનું જણાવવું છે કે, ‘મને વિશ્વાસ છે કે જીયો ને લોન્ચ કર્યા બાદ મોબાઈલ રેન્કિંગમાં ભારતનું સ્થાન ૧૫૦ ની જગ્યાએ ઉઠીને ટોપ ૧૦ માં પહોચી જશે.’ તેઓએ આવું મુંબઈના ‘ફિક્કી ફ્રેમ્સ મીડિયા એન્ડ એન્ટરટેનમેંટ’ માં જણાવ્યું હતું.
રિલાયન્સ જીયો એ લાંબા સમય બાદ ૯૦ દિવસો માટે ફ્રી અનલિમીટેડ ૪G ડેટા અને કોલિંગ ની સાથે પોતાના સીમ કાર્ડની સેલ ઓપન કરી દીધી છે. તમે હવે રિલાયન્સ જીયો સીમ કાર્ડને કુપન કોડ વગર પણ ખરીદી શકો છો. રિલાયન્સ જીયો ૪G ના યુઝર બનવા માટે તમારે તમારી નજીકના રિલાયન્સ સ્ટોરમાં જઈને આઈડી પ્રૂફ અને ફોટો લઈને જીયો સીમ ખરીદી શકો છો.
આની સાથે જ યુઝર્સને ત્રણ મહિના માટે અનલિમિટેડ ડેટા, વોઈસ કોલ અને એસએમએસ પણ ફ્રી મા કરવા મળશે. આનો હેન્ડસેટ તમે ૨૩૩૩ માં ખરીદી શકો છો.
આની સાથે જ જીયો પ્લે, જીયો ઓન ડીમાંડ, જીયો મની, જીયો મેગ, જીયો બીટ્સ, જીયો એક્સ્પ્રેસ ન્યુઝ, જીયો ડ્રાઈવ અને જીયો સિક્યુરિટી જેવી પ્રીમીયમ એપ્લીકેશન નો ઉપયોગ તમે કરી શકો છે. આ તમને રોમિંગની સેવા, ફ્રી વોઈસ કોલ અને 25 થી 50 Per GB ડેટા પેક આપે છે.
રિલાયન્સ Jio ની પ્રિવ્યુ ઓફર હવે સોની, HTC, વિવો, intex, sansui (સેન્સુઈ) અને ૪G સ્માર્ટફોન માટે પણ અવેઈલેબલ છે. આનો અર્થ એ છે કે રિલાયન્સ જીયોના યુઝર્સને ફાયદો ને ફાયદો છે.
આનો સૌથી વધારે ફાયદો વિધ્યાર્થોને થશે. આ વિધ્યાર્થોને 25 % એક્સ્ટ્રા ડેટા પેક આપે છે. તેથી મોબાઇલ શોપની બહાર આના યુઝર્સ બનવા લોકોને ભીડ છવાઈ રહે છે.
આના માટે નજીકના મોબાઇલ સ્ટોરમાં જઈ એક ફોર્મ સબમિટ કરવું પડશે. ત્યારબાદ તેઓ તમારો નંબર એક્ટીવેટ કરશે. આના પછી ટેલી વેરિફિકેશન માટે 180089011977 નંબર પર કોલ કરવો પડશે.
ટુકમાં જીયો ના યુઝર્સ દર મહીને 26 GB ડેટા યુઝ કરી શકે છે. હાલમાં આના ખરીદવા માટે યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધતી જ રહે છે.