મેગેઝિન અથવા તો ટીવીમાં બ્યૂટી પ્રોડક્ટસ અને તેમની મોડલ્સના લિપ્સને જોઈને, લાગે છે કે, કાશ મારા પણ લિપ્સ પણ લિપસ્ટિકમાં આટલા જ પરફેક્ટ લાગે! પરંતુ વાસ્તવ જીવનમાં તમે કેટલો પણ ટચ-અપ કરી લો, પણ એવો લુક મળતો નથી. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો આ 10 ટિપ્સ અજમાવી જુઓ. જે તમારી લિપસ્ટિકને લાંબા ટાઈમ સુધી તમારા હોથ પર પરફેક્ટ ટચ-અપ સાથે રાખશે.
1. આવી રીતે ટચ-અપ આપો :
આખા દિવસ તમારા મેક અપ અને લિપસ્ટિકને ટકાવી રાખવા માટે દર 2 થી 3 કલાકમાં જ્યારે પણ બહાર જાવ, ત્યારે ટચ અપ કરો. આનાથી દરેક વખતે તમારો લુક ફ્રેશ રહેશે. આની માટે તમારી ફેવરિટ લિપસ્ટિક અને મેકઅપ કિટને હંમેશા તમારી સાથે કેરી કરો.
2. લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક જ ખરીદો :
લિપસ્ટિક ખરીદતા સમયે કલર જ નહીં પરંતુ લેબલ પણ જુઓ. લેબલ પર ‘long-lasting’, ‘9-5’ અથવા ‘long-wearing’લખેલું હોવું જોઈએ.
3. યોગ્ય લિપસ્ટિક પસંદ કરો :
આ સૌથી જરૂરી છે કે, તમે યોગ્ય લિપસ્ટિક પસંદ કરો. જેમ કે, ક્રિમી મેંટ, ગ્લોસ લિપસ્ટિક, પેસ્ટલ શેડ્સવાળી હાઈલી-પિગમેન્ટિડ શેડ અથવા મેટેલિક અને શાઈની શેડવાળી બ્રાઈટ લિપસ્ટિક. યાદ રાખવું કે, બ્રાઈટ મેટ શેડ્સ વધારે ટાઈમ સુધી હોઠોં પર રહેતો હોય છે.
4. હોઠને તૈયાર કરો :
ડ્રાય, ક્રેક્ડ અને ચૈપ્ડ હોઠો પર લિપસ્ટિક ક્યારેય ના લગાવો. આથી લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠ પર બામ લગાવી લો જેથી તે સોફ્ટ બની જાય. ત્યાર બાદ જ લિપસ્ટિક લગાવો.
5.બ્લૉટ એન્ડ વાઈપ :
કંઈ પણ ખાતા પહેલા તામારો હોઠને જરૂરથી સાફ કરી લો, જેથી કરીને ફૂડનો રંગ તમારા હોઠ પરથી નીકળી જાય અને લિપસ્ટિકનો રંગ ચેંજ ના થાય.
6. લિપ પ્રાઈમરનો ઉપયોગ કરો :
આ એક ખુબ જ જરૂરી મેક અપ પ્રોડક્ટ છે. આનાથી તમારા હોઠ પર રહેલા એકસ્ટ્રા ઓઈલને તમે કાઢી શક્શો. જેનાથી લિપસ્ટિક લાંબા સમય સુધી બની રહે છે. આથઈ જો તમારી લિપસ્ટિક ખુબ જ ઝડપથી હોઠ પરથી નીકળી જાય છે તો હવે તમને ખબર છે કે તમારે શું કરવાનું છે?
7. DIY ટિપ ટ્રાય કરો :
લિપ્સ પર પહેલા ફાઉન્ડેશન લગાવો ત્યાર બાદ લિપસ્ટિક લગાવો. આનાથી લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહેશે અને ગ્રીસને પણ રિમૂવ કરી દેશે.
8. લિપ લાઈનર લગાવો :
એક બ્રાઈટ લિપ લાઈનર લો અને તેને માત્ર હોઠ પર જ લિપસ્ટિકની જેમ નહીં આઉટલાઈનરની જેમ જ લગાવો. આનાથી હોઠ પર એક બેઝ બનશે. જેનાથી એ વધારે લાંબા સમય સુધી હોટ પર ટકશે.
9. ગ્લોસ નહીં પણ સીલર લગાવો :
ગ્લોસ લિપસ્ટિકને લોંગ લાસ્ટિંગ ઈફેક્ટસ ખત્મ કરી દે છે. આથી સીલર લગાવો. આના સિવાય મેટ લિપસ્ટિક અને લિપલાઈન પણ લગાવી શકો છો. આ પણ લાંબા સમય સુધી હોઠ પર રહે છે.
10. ડ્રિંકને સ્ટ્રો દ્રારા પીવો :
કોલ્ડ ડ્રિંક અથવા તો કોઈ પણ ડ્રિંક પીવો તો તેને સ્ટ્રો દ્રારા જ પીવો. આથી ઓફિસ હોય કે બહાર, હંમેશા સ્ટ્રૉ તમારી પાસે રાખો અને તેનાથી જ ડ્રિંક પીવો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર