જાણો, આઇફોન-7માં નહીં હોય ‘Home button’ જાદુઇ ટચ હશે

IPhone-7  is not in the 'Home button' will magically touch

એપ્પલ સ્માર્ટફોનના દિવાનાઓ માટે એક સારી ખબર છે. આઇફોન-7માં કંઇક એવું હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. માહિતી એવી છે કે આઇફોન-7માં હોમ બટન નહીં હોય. તે આખો ફોન ફ્રન્ટ પેનલ સ્ક્રીનમાં ફેરવાઇ જશે અને બટનની જગ્યાએ ફિંગરપ્રિન્ટ સેન્સર લાગી શકે છે. ફોન એકદમ અનોખા અંદાજમાં કામ કરશે. ડિજીટાઇમ્સનો દાવો છે કે 2017 સુધી આઇફોન-7 માર્કેટમાં લૉન્ચ થઇ જશે. તમામ નવા સુધારા વધારા પર નજર રાખનારી વેબસાઇટ ડિજીટાઇમ્સે આ દાવો કર્યો છે.

એપ્સ ઇન્સાઇડરની માહિતીને જો સાચી માનવામાં આવે છે. તો એપ્પલનો આ જાદુઇ ફોનને 2017 સુધીમાં માર્કેટમાં લૉન્ચ કરી દેવામાં આવશે. એપ્પલના તમામ નવા પ્રોજેક્ટની જાણકારી આપનારા સુત્રોનું માનીએ તો કંપની પોતાના ફ્યૂચર ડિવાઇસીઝમાં હોમ બટન હટાવીને નવી ટેકનિક લાવવા પર કામ કરી રહી છે.

જેનાથી સેલ્ફી એક્સપીરિયન્સ વધારે દમદાર બનશે અને શાનદાર રીતે સેલ્ફી લઇ શકાશે. કેટલાક એક્સપર્ટે પણ આઇઓએસ 9ની કોડીંગમાં અનુભવ્યુ છે કે કંપની પોતાના ફ્યૂચર ડિવાઇસમાં ફ્રન્ટ કેમેરાને અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે.

ટીડીડીઆઇ પર થઇ રહ્યું છે કામ

IPhone-7  is not in the 'Home button' will magically touch

એપ્પલ પોતાના ફોન માટે ટચ એન્ડ ડિસ્પ્લે ડ્રાઇવર ઇન્ટીગ્રેશન (ટીડીડીઆઇ) સિંગલ ચિપ સૉલ્યુશન ટેકનિક પર કામ કરી રહી છે. સુત્રોનું કહેવું છે ટીડીડીઆઇ સિંગલ ચીપ સૉલ્યુશન ટેકનિક ઇન્ટીગ્રેટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર્સ જડીત હશે. માનવામાં આવે છે કે, કંપનીનું આ પગલું ફોનને અલ્ટ્રા સ્લિમ અને ડિસ્પ્લેને અલ્ટ્રા નેરો બનાવવા માટે ભરાયું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,787 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 2 =