મરઘી નું બચ્ચું…..
વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે.
પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે.
સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને જ પોતાની મા સમજે છે અને એની પાછળ દોડે છે.
આ સંશોધકે કેટલાક ઇંડાઓ પર સંશોધન કર્યુ. જ્યારે ઇંડામાંથી બચ્ચુ બહાર નીકળવાની તૈયારી હોય એ વખતે મરઘીને ઇંડાથી દુર કરીને મરઘીની જ્ગ્યાએ એના આકારનો એક હવા ભરેલો ફુગ્ગો રાખવામાં આવ્યો. બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળ્યુ અને એની પહેલી જ નજર આ ફુગ્ગા પર પડી. પછી ફુગ્ગાને ખસેડવામાં આવ્યો તો બચ્ચુ પણ ત્યાં જ ગયુ.
બચ્ચુ ફુગ્ગાની પાછળ દોડા-દોડી કરે. એને સાચી મરઘી પાસે લઇ જવામાં આવે તો એનાથી ડરે અને દોડીને ફુગ્ગા પાસે પાછું આવી જાય. ફુગ્ગાને પોતાની મા સમજીને એને ચોંટી રહે.
ભુખ લાગે એટલે પોતાની ચાંચ આ ફુગ્ગાપાસે જઇને પહોળી કરે જેથી એને એની મા ખાવાનું આપે. ફુગ્ગા તરફથી કોઇ પ્રતિભાવ ન મળે તો પણ એ ફુગ્ગાને છોડવા તૈયાર થાય નહી.
એણે જેટલા ઇંડા પર પ્રયોગ કર્યો એ તમામમાં એને આ જોવા મળ્યુ. મરઘીનું બચ્ચુ ભુખ્યુ મરી ગયુ પણ એને ફુગ્ગાથી દુર જવાનું પસંદ ન કર્યુ કારણકે ફુગ્ગો જ એને મા લાગતી હતી.
સંશોધકે પોતાના તારણમાં નોંધ્યુ કે જે એને પહેલા દેખાયુ એ જ એને સત્ય મનાયુ.
મોરલ :-
આપણે પણ આ મરઘીના બચ્ચા જેવા જ છીએ પહેલી વખત કોઇના વિષે જે માન્યતા બંધાય છે એ આપણે છોડી શકતા જ નથી. માન્યતાઓને બદલતા શીખીએ નહીતર મરઘીના બચ્ચાની જેમ મરી જઇશુ અને સત્યથી દુર રહી જઇશુ.