દાદીમાનાં નુસખામાં જાણો આંખની જાળવણી કરવાની અલગ-અલગ પધ્ધતિ. આંખને કેવી રીતે સુરક્ષિત રાખવી અને આંખને કઈ વસ્તુથી નુકશાન થાય છે તે વિષે જણાવે છે આપને દાદીમા…
“તારા આંખનો અફીણી,…….” કે “નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે………..” જેવી ઉપમા જ આપણને બતાવે છે કે કવિની કલમ પણ જેના માટે કાગળ પર કંડારાય છે. તેવી આપણી આંખો વિષે કાળજી રાખવી ન જોઈએ? રાખવી જ જોઈએ ને, પણ પ્રશ્ન ત્યાં ઉભો થાય છે કે સમુદ્રની શંખકોડી સમાન આપણી આંખોની કાળજી કઈ રીતે રાખવી. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે પોતાની જાતે પણ આંખોની કાળજી લઇ શકો એવા કેટલાક નુસખા નીચે જણાવ્યા છે. તો આવો જાણીએ કઈ રીતે તમારી આંખોની રોશનીને તેજસ્વી રાખી શકો છો.
આહારમાં લીલા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો
લીલા શાકભાજીનો ઉપયોગ આહારમાં વધારવો. જેનાથી તમારી આંખોમાંથી ડ્રાઈ-આઈ સીન્દ્રોમની સમસ્યા દૂર થાય છે. આ સિવાય પાલક, કોથમીર વગેરેના સેવનનું પ્રમાણ વધારે રાખવું કારણકે તેમાં પોષક તત્વોની માત્રા વધુ હોવાથી આંખોની રોશની વધે છે. તમારાં આકારમાં ઇંડાનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે તેમાં લ્યૂટીન અને જીયાક્સાથીન હોય છે જે આંખોનું તેજ વધારે છે.
આંખોને પટપટાવતા રહેવું
તમારી પાંપણોને સતત પટપટાવતાં રહેવું એ એક સામાન્ય પ્રકિયા છે જે આપણી આંખોને હમેશા તારો-તાજા અને તણાવ મુક્ત રાખે છે. કમ્પ્યુટરનો ઉપયોગ કરનારા લોકો પોતાની આંખોને પટપટાવતા ઓછાં હોય છે, આવા લોકોએ પોતાની આંખો સેકન્ડમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર પટપટાવવી જોઈએ.
આંખોનો વ્યાયામ કરો
તમારી બંને હથેળીઓને એકબીજા સાથે ઘસો અને જ્યાં સુધી તેમાં ગરમી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ઘસો. અને હથેળીઓ ગરમ થાય એટલે તેને હળવેથી આંખો પર મૂકો. આમ કરવાથી આંખોનો તણાવ દૂર દૂર થાય છે. આ સિવાય પણ એક સરળ ઉપાય છે તમારી આંખોને બંધ કરો અને કોઈ સુંદર જગ્યાની કલ્પના કરો. આવું કરવાથી આંખોને ઘણો આરામ મળે છે.
આંખો પર પાણીનો છટકાવ કરો
પાણી આપણી ઘણી બધી સમસ્યાનો નિવારણ છે. સમય-સમય પર તમારી આંખોને ધોતા રહેવું જોઈએ. આંખોમાં ડ્રીહાઈદ્રેશન પણ ન થાય અને આંખો સ્વસ્થ રહે. બહારથી ઘરની અંદર આવો ત્યારે આંખો પર પાણીનો છટકાવ મારવાનું ન ભૂલવું જોઈએ કારણ કે ધૂળના રજકણો આંખ માટે ખૂબ જ હાનીકારક છે.
એ.સી કે કૂલરની સાધી હવા આંખ માટે હાનિકારક
કોઈ પણ એવી હવાથી બચવું જેનાથી આંખોની નામી ચાલી જતી હોય, જેમ કે સાધી હવા. આપણા ઘર, ઓફીસ કે ગાડીની પેનલને હમેશા નીચી જ રાખો. જેથી આંખો પર સાધી હવા ન લાગે. શુષ્ક હવા લાગવાથી અંધાપો કે કર્નીયા જેવી બીમારી થવાનો ભય રહેલો છે.
કમ્પ્યુટર, મોબાઈલની બ્રાઈટનેસ ઓછી રાખો
જો તમે કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ વધુ કરતો હોય તો તેની બ્રાઈટનેસને ઓછી રાખો. આનાથી તમારી આંખોને બહુ જોર નહિ પડે અને સ્ક્રીનની તીવ્ર રોશનીથી આંખોને કોઈ નુકશાન પણ નહિ પહોચે.
તડકામાં જતી વખતે સનગ્લાસ પહેરો
ક્યાંય પણ બહાર તડકામાં જવા નીકળો તે પહેલા સનગ્લાસ જરૂરથી પહેરો. આનાથી આપણી આંખો પર સૂર્યની પારજાંબલી કિરણોની અસર થતી નથી. એટલે તમે જયારે પણ સનગ્લાસ ખરીદવા બજારમાં જાવ ત્યારે એ વાતની ખત્રી કરી લેવી કે આ ગ્લાસ સૂર્યનો તાપ સહન કરવા સક્ષમ છે કે નહિ.
પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જરૂરી
ઘણી વાર આંખોને નુકસાન પહોચાડવા માટે અપૂરતી ઊંઘ પણ જવાબદાર છે. પૂરતી ઊંઘથી આંખની રોશની સારી રહે છે. જેનાથી તમને માથાનો દુખાવો નહિ થાય. આંખોથી ધૂંધળુંદેખાવાની ફરિયાદ નહિ રહે.સાથોસાથ આંખોની માંસપેશીયોને પણ આરામ મળશે.