આંખની રોશની વધારે છે વરીયાળી, જાણો અન્ય બેનીફીટ્સ

fennel_seeds_16x9

વરીયાળી માં ઘણા બધા ઔષધીય ગુણ રહેલ છે. આના સેવનથી આપણી હેલ્થ સ્વસ્થ રહે છે. આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર પણ કહેવામાં આવે છે. મોટાભાગના ગુજરાતીઓ આનો ઉપયોગ રેસીપી માં તો કરે જ છે પણ સાથોસાથ મુખવાસમાં પણ કરે છે.

આમાંથી આપણને સોડિયમ, કોપર, સીલીનીયમ, જસત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા કિંમતી ખનીજ તત્વો મળી આવે છે.

*  ફ્રેશ લીલી વરીયાળી તમારી યાદશક્તિ ને વધારવાની ક્ષમતા રાખે છે.

*  મહિલાઓ ને માસિક ઘર્મ દરમિયાન આનું વધુ સેવન કરવું જોઈએ. કારણકે આનાથી તેમણે પેટમાં દુઃખાવો નહી થાય.

*  આ ખુબ જ સુગંધિત અને તેજ પદાર્થ છે. તેથી જો મોઢામાં વાશ આવતી હોય તો આને ખાઈ શકો છો. આને ચાવતા મોઢામાં લાળ ઉત્પન્ન થાય છે, જેણે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

*  શેકેલી વરીયાળીને ખાવાથી ખાસી, ઉધરસ દુર થાય છે. તેથી તમે ઠંડીમાં આનું સેવન કરી શકો છો.

Fennel-Seeds-Spice-ThePicanteKitchen.co_.uk_

*  વરીયાળીને આચારના મસાલામાં, શરબતમાં અને અન્ય ઘરેલું ખાદ્ય પદાર્થોમાં નાખી સેવન કરવાથી પાચનતંત્ર ઠીક રહે છે. ભોજનમાં સ્વાદ વધારવા તમે આનો પ્રયોગ કરી શકો છો.

*  આનાથી આંખોનું તેજ વધે છે. આના માટે વરીયાળી માં મિશ્રી અને બદામને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરને નિયમિત રૂપે દિવસમાં બે થી ત્રણ ચમચી ખાવાથી આંખ માટે ફાયદો થશે.

*  અસ્થમા ના ઉપચારમાં આ કમાલની સહાયક છે.

*  ગોળ સાથે વરીયાળીને ખાવાથી માસિક ધર્મ નિયમિત જળવાઈ રહે છે.

*  રોજ સવારે વરીયાળી ખાવાથી લોહી સાફ રહે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે.

*  જો તમને ખાટા ઓડકાર આવતા હોય તો વરિયાળીને થોડા પાણીમાં નાખવી અને તેમાં મિશ્રી નાખીને પીવું. આનાથી તમને આ સમસ્યાથી આરામ મળશે.

Comments

comments


10,267 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 5