આજકાલ દુનિયામાં કોમ્પિટિશન પણ કઈક હટકે થાય છે. તમે એક થી એક ચઢિયાતી સ્પર્ધા જોઈ હશે અને તેના વિષે સાંભળ્યું પણ હશે. પરંતુ એવી કોઈ હરિફાઇ નહિ જોય હોય જેમાં લોકોને નોટો એકત્રિત કરવાની ચેલેન્જ મળે. ચાઇના ના ઝેજીઆંગ પ્રાંતમાં આયોજિત થયેલ આ નોટો લેવાની અનોખી કોમ્પિટિશન ની હાલમાં ખુબ ચર્ચા થઇ રહી છે.
આ હટકે કોમ્પિટિશન ની શરત એ હતી કે લોકોને એક મિનીટમાં વધારેમાં વધારે યુઆન એકત્રિત કરવાના હતા. કોમ્પિટિશન માટે પાંચ મિલિયન યુઆન (લગભગ પાંચ કરોડ રૂપીયા) કાંચના રૂમમાં રાખવામાં આવ્યા હતા. નોટોથી ભરેલ આ રૂમમાં જે સૌથી વધારે નોટો એકત્રિત કરે તેને ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
ચીન ના સોંગછેગ ગ્રુપે ૧૦ દિવસ પહેલા પોતાના ઓફિશિયલ એકાઉન્ટ થી વિચેટ પર લોકોને આ ઇવેન્ટ ની જાણકારી આપી હતી. આના માટે ૧૦ ટુરીસ્ટ ને હેંગઝોઉં બોલાવવામાં આવ્યા હતા. કોઝોઉં શહેરની મહિલા આ ઇવેન્ટ જીતી હતી. તેણે આ ઇવેન્ટમાં એક મિનીટમાં 18,300 યુઆન જીત્યા હતા.
ઇવેન્ટ ઓર્ગેનાઈઝર્સે જણાવ્યું હતું કે આ ઇવેન્ટનું આયોજન પ્રવાસીઓ પ્રતિ ધન્યવાદ કરવા માટે કરવામાં આવ્યું હતું.