ક્યારેક ક્યારેક દુનિયામાં એવી વિચિત્ર ઘટનાઓ ઘટે છે જેનું કારણ કોઈ નથી શોધી શકતું. તેમાં આજનું વિજ્ઞાન પણ કામમાં નથી આવતું. એક પથ્થર જાતે જ બીજી જગ્યાએ ફરે તે માનવું થોડું અજીબ લાગે. પણ, આ સાચું છે. આ જગ્યાને ‘ડેથ વેલી’ કહેવામાં આવે છે. જે ‘કેલિફોર્નિયા’ માં આવેલ છે.
પથ્થરોનું જાતે જ એક જગ્યાથી બીજી જગ્યાએ ફરવું એ નાસા માટે પણ આજ સુધી એક રહસ્ય છે. ‘ડેથ વેલી’ એ પૂર્વીય કેલિફોર્નિયામાં સ્થિત એક રણપ્રદેશ છે. આ ઉત્તર અમેરિકાનો સૌથી ગરમ, સૌથી વધુ સૂકો અને વિચિત્ર વિસ્તાર છે.
1972 માં આ રહસ્યને ખોલવા માટે વિજ્ઞાનીઓની એક ટુકડીની રચના કરવામાં આવી હતી. જોકે, તેઓની કોશિશ નાકામિયાબ રહી. તેઓ નિષ્ફળ પાછા ગયા. તેઓ હજુ પણ આ રાજ વિષે શોધમાં છે. કેલિફોર્નિયાની ડેથ વેલીની રચના અને તાપમાન હંમેશાથી ભૂસ્તરશાસ્ત્રીને ચોકાવતું આવ્યું છે.
અહી પથ્થરો જાતે જ એક જગ્યાથી બીજી જગ્યાએ ખસે છે તેને ‘સેલિંગ સ્ટોન્સ’ કહેવામાં આવે છે. અહીના ‘રેસટ્રેક ક્ષેત્ર’ માં 320 કિલોગ્રામ સુધીના પથ્થરોને જગ્યાથી ખસવાના નિશાનો જોવા મળ્યા છે.
આ વેલી માં 150 થી વધુ પથ્થરો છે. જોકે, કોઈએ પોતાની આંખોથી આને ખસતા નથી જોયા. પથ્થર ખસવા અંગે લોકો પારલૌકિક શક્તિઓને જવાબદાર માને છે. જયારે સ્પેઇનની ‘કમ્પ્લુંટેન્સ યુનિવર્સિટી’ ના ભૂ-વૈજ્ઞાનિકોની ટીમે આનું કારણ અહીની માટીમાં રહેલ ‘માઇક્રોબેસની કોલોની’ ને જવાબદાર માને છે.
આ પ્રત્યેક પથ્થરનું વજન 700 પાઉન્ડ છે, જેનું આપમેળે એક જગ્યાથી બીજી જગ્યાએ ખસી જવું ખરેખર વિચિત્ર છે. આ પથ્થરને કોઈ માણસ કે જાનવરો નથી ખસાડતું, કારણકે જયારે પથ્થર ખસેલા હોય છે ત્યારે તેની આજુબાજુ કોઈ નિશાન નથી જોવા મળતા. વૈજ્ઞાનિક મુજબ તેજ ગતિથી આવતી હવાને કારણે આવું થાય છે.