અહી જીવું મુશિક હોવા ચાત પણ જાયે છે યાત્રીઓ

અહીં જીવવું મુશ્કેલ છે, છતાં ફરવા પહોંચે છે પ્રવાસીઓ

અમેરિકામાં પેરુ અને ટિલીની વચ્ચે એવુ સ્થળ છે જે ‘ડેડ ઝોન’ તરીકે જાણીતું છે. આ સ્થળે લોકો માટે પોતાનો જીવ બચાવવુ ઘણુ મુશ્કેલ સાબિત થતું હોય છે. તમને આ સ્થળે કોઇ વૃક્ષ કે છોડ અથવા કોઇ પ્રાણી પણ જોવા મળશે નહીં. વૈજ્ઞાનિકો આ સ્થળને વિશ્વનો સૌથી સૂખો પ્રદેશ માને છે, જ્યાં 1000 વર્ષોમાં માંડ 4 ઇંચ વરસાદ પડે છે. જ્યારે વિશ્વના કોઇપણ શહેરમાં દર વર્ષે સરેરાશ 45 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે. આ સ્થળનો કુલ વિસ્તાર 600 માઇલનો છે.

પ્રવાસીઓ વિચિત્ર રીતે કરે છે પાણીનો જુગાડ

નેશનલ જીયોગ્રાફિકની રિપોર્ટ પ્રમાણે આ ડેડ ઝોનનાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ક્યારેય વરસાદ પડ્યો નથી. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે ઘણી મુશ્કેલીઓની વચ્ચે અહી અમુક લોકો રહે છે. તેઓ જીવતા રહેવા વિચિત્ર રીતે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. આ માટે એક વિશાળ નેટનો ઉપયોગ કરવામાં આવે છે જે ભેજથી પાણીના ટીપા એકત્ર કરે છે.

ડેડ ઝોનમાં પણ ફરવા આવે છે પ્રવાસીઓ

ડેડ ઝોન જીવવા માટે ઘણું મુશ્કેલ હોવાછતાં અહીં વિશ્વના ઘણા દેશો પ્રવાસીઓ ફરવા આવતા હોય છે. અહીં 36 ફૂટ લાંબુ એક સ્કલ્પચર છે, જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે અને કોઇપણ પ્રવાસી તેને જોવાનું ચૂકતો નથી. અહીં એલ ટેટિયો નામની ઉકળતા પાણીનો એક ઝરણું પણ છે.

અહીં જીવવું મુશ્કેલ છે, છતાં ફરવા પહોંચે છે પ્રવાસીઓ

અહીં જીવવું મુશ્કેલ છે, છતાં ફરવા પહોંચે છે પ્રવાસીઓ

અહીં જીવવું મુશ્કેલ છે, છતાં ફરવા પહોંચે છે પ્રવાસીઓ

અહીં જીવવું મુશ્કેલ છે, છતાં ફરવા પહોંચે છે પ્રવાસીઓસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,313 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1