* જો પગમાં બોવ દુઃખાવો થતો હોય તો ઓલીવ ઓઈલ થી મસાજ કરવાથી તે દુર થાય છે.
* તુલસીના પાન માં થોડી હળદર મેળવીને પીસી લો. આ મિશ્રણને રોજ દિવસમાં ૨ વાર મોઢે અડધી કલાક સુધી લગાવવું. બાદમાં ચહેરા ને સારી રીતે પાણીથી ધોઈ લેવો. આમ કરવાથી તમારો ચહેરો ગોરો બનશે.
* ચીડચીડાપન અને માનસિક કમજોરી દુર કરવા માટે ટામેટા ગુણકારી છે. આ માનસિક થકાન દુર કરીને મગજને તંદુરસ્ત બનાવે છે.
* ચહેરા ની સ્કીન માટે એલોવેરા એ સારું એવું મોઇશ્ચરાઇઝર છે.
* ચા ની ભૂકી કરતા જો તમે તેજ્પત્ર ની ચા પીવો તો આપમેળે જ તમને તાવ, શરદી, છીંક આવવી, માથામાં બળતરા કે દુખાવો વગેરે નાની નાની બીમારીઓ દુર થશે.
* સવારે ઉઠતા જ ખુબ પાણી પીવો. બપોરે ભોજનમાં છાશ અને રાત્રે સુતા પહેલા ઉષ્ણ દૂધ અમૃત સમાન ગણાય છે. આનાથી તમારી બોડી હેલ્ધી રહેશે.
* રોજ સવારે ભૂખ્યા પેટે નવશેકા ગરમ પાણીની સાથે આંબળા નો રસ પીવો. રાત્રે સુતા સમયે પણ આ રસ પીવો. આનાથી લોહી સાફ થશે અને તમને લોહીની કમી નહિ રહે.
* ચહેરા પણ આવતા અનવોન્ટેડ વાળ જેમકે અપર લીપ્સ માં આવતા વાળને રોકવા માટે એક ચમચી હળદર અને ચણાની દાળના પાવડરને પાણીમાં મેળવી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અનવોન્ટેડ વાળ પર લગાવો. જયારે આ પેસ્ટ સૂકાવવા લાગે ત્યારે ઘોવું નહિ પણ પહેલા હાથથી ઘસીને પેસ્ટ કાઢવી. આમ કરવાથી વાળ ખરવા લાગશે. આવું નિયમિત રૂપે તમે કરી શકો છો.
* ભીંડા નું શાક ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરા દુર થાય છે. આ પેશાબ ને શુધ્ધ પણ કરે છે.
* પ્રતિદિન ૧૦ તુલસીના પાન અને પાંચ મરીને ચાવવાથી શરદી, ઝીણો તાવ, શ્વાસ રોગ અને અસ્થમાની બીમારી નહિ થાય. આનાથી નાક પણ ઠીક રહેશે.
* હજારો વર્ષોથી સૌદર્યવર્ધક ના રૂપે લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. શેમ્પુમાં થોડા લીંબુના ટીપા નાખી માથામાં લગાવવાથી વાળ ચમકદાર બનશે. તડકામાં નીકળતા પહેલા તમારા વાળ પર થોડા લીંબુના ટીપા હાથમાં લઈને નાખવા. આનાથી સૂર્યના તડકા સામે વાળને પ્રોટેકશન મળશે.
* લસણની બે કળી ને રાત્રે ભોજન સાથે લેવાથી યુરિક એસીડ, હૃદય રોગ, સાંધાનો દુઃખાવો અને કેન્સર જેવા ભયંકર રોગો મટે છે.
* વિશેષજ્ઞો નું કહેવું છે કે જો મસુડો (ગમ) માંથી લોહી નીકળતું હોય તો પ્રભાવિત જગ્યાએ લીંબુનો રસ લગાવવાથી ગમ ઠીક થાય છે.