અલીગઢની આ મસ્જિદમાં છે સોનાના ભંડાર, અચૂક જાણો

golden jama masjid of aligarh | Janvajevu.com

યુપી નું શહેર અલીગઢની જામા મસ્જિદ ફક્ત પોતાના પવિત્રતા માટે જ પ્રખ્યાત નથી. આ મસ્જિદમાં છે સોનાનો એક ભંડાર, જેને કારણે તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ મસ્જિદ બનાવવાનું કામ 1714 માં શરુ થયુ અને 1741 માં બનીને તૈયાર થયુ હતું.

વાસ્તવમાં, આ મંદિરમાં જે ગુંબજ અને મિનારાઓ છે તેને શુધ્ધ સોનાથી મઢેલ છે અને આટલુ બધુ સોનું એશિયાની કોઇપણ મસ્જિદમાં નથી. આ કિસ્સામાં મસ્જિદ પ્રબંધક તેનું સંરક્ષણ પુરાતત્વ વિભાગને પરત કરવા માંગે છે.

આ જામા મસ્જિદ અલીગઢના ઉપરકોટ માં આવેલ છે. આને હઝરત નવાબ ખા, મુગલ તાતાર જંગે બહાદુરે બનાવી હતી. સાબર ખા ગવર્નર પણ હતા. આ વિશાળ મસ્જિદના પરિસરમાં એક વારમાં પાંચ હજાર લોકો એક સાથે નમાઝ અદા કરી શકે છે. મસ્જિદમાં લગભગ આઠથી દસ ફૂંટ લાંબા ત્રણ મિનારા મુખ્ય ગુંબજ પર લાગેલ છે. ત્રણ ગુંબજની વચ્ચે બનેલ એક-એક ગુંબજ પર નાના-નાના ત્રણ મિનારા લગાવેલ છે. મસ્જિદનો ગેટ અને ચારે ખુણામાં નાના-નાના મિનારા છે. જે સોનાથી બનેલ છે.

મસ્જિદને સંરક્ષિત કરવાના પ્રયાસ

જામા મસ્જિદ ઇંતેઝામીયા કમેટીના સચિવ મુહમ્મદ સુફિયાન જણાવે છે કે એક વર્ષ પહેલા મસ્જિદની સૌથી નાની મીનારનું સમારકામ કરવામાં આવ્યું હતું. એટલા માટે હવે મસ્જિદ કમિટીને સંરક્ષિત કરવા માટે અને તેની સંભાળ માટે એએસઆઈ ને સોપવા માંગે છે.

આર્કીલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આગરાની પુરાતત્વ અધિક્ષક ભવન વિક્રમનું કહેવું છે કે કમિટી આને સંરક્ષિત રાખવા માંગતી હોય તો અમે મસ્જિદની ઇમારતનું નીરીક્ષણ કરશું. કોઇપણ મસ્જિદ અને ઇમારતને સંરક્ષિત કરવાનો એક નિયમ છે.  કમિટી જોઈએ તો નિયમનું પાલન કરવું પડે અને અમે અમારી તરફથી કામકાજ શરુ કરી દેશું.

golden jama masjid of aligarh | Janvajevu.com

golden jama masjid of aligarh | Janvajevu.com

golden jama masjid of aligarh | Janvajevu.com

golden jama masjid of aligarh | Janvajevu.com

golden jama masjid of aligarh | Janvajevu.com

golden jama masjid of aligarh | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,360 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>