અલગ પ્રકારની ગ્રીન દાળ ફ્રાય

સામગ્રી

green daal

૧ કપ પાણી,

૧ કપ તુવેર અને મગની દાળ,

સ્વાદાનુસાર મીઠું,

૧/૪ ટીસ્પૂન હળદર,

૧ કપ સમારેલ કોથમીર,

૧/૪ કપ પાતળી સમારેલ ડુંગળીની સ્લાઈસ,

૧/૪ કપ છીણેલ સુકું નારિયેળ,

૪ સમારેલ લીલા મરચા,

૧/૨ ટીસ્પૂન સમારેલ આદું,

૪ લસણની કળી,

૧ ટીસ્પૂન લીંબુનો રસ,

૨ ટીસ્પૂન ઓઈલ,

૩/૪ કપ ગરમ પાણી.

રીત

કુકરમાં પાણી, તુવેર અને મગની દાળ (બંને એક કલાક પાણીમાં પલાળેલ), સ્વાદાનુસાર મીઠું અને હળદર નાખી મિક્સ કરીને ત્રણ વ્હીસલ વગાડવી.

હવે દાળ ફ્રાય માટે એક પ્લેટમાં સમારેલ કોથમીર, પાતળી સમારેલ ડુંગળીની સ્લાઈસ, છીણેલ સુકું નારિયેળ, સમારેલ લીલા મરચા, સમારેલ આદું, લસણની કળી અને લીંબુનો રસ નાખી જરૂર મુજબ પાણી એડ કરીને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવવું.

પછી ફ્રાય કરવા માટે એક નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ઓઈલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી આ મસાલાને ત્રણથી ચાર મિનીટ સુધી શેકવા દેવો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ, ગરમ પાણી અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરવું.

જો તમને આ મિશ્રણ થોડું ઘાટું લાગે તો તમારા મુજબ તમે પાણી નાખી શકો છો. હવે આને બરાબર ઉકળવા દેવી. ત્યારબાદ તૈયાર છે ગ્રીન દાળ ફ્રાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,068 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>