ફક્ત આપણું ભારત જ પણ વિશ્વના એવા ઘણા બધા દેશો છે જે પોતાના અલગ અલગ કાનૂન માટે વિશ્વમાં પ્રચલિત છે. એવા દેશો છે જેના કાનૂન વિષે જાણીને તમને નવાઈ લાગશે અને સાથે જ હસવું પણ આવશે.
કોઇપણ દેશના અર્થતંત્રને યોગ્ય જાળવી રાખવા નિયમો અત્યંત જરૂરી છે. અમુક કન્ટ્રી એવા છે જ્યાં વિચિત્ર નિયમો છે પણ આ નિયમો પાછળ સહેજ પણ લોજીક નથી હોતું.
* અત્યારે ઈન્ટરનેટ ને કારણે દુનિયા વિકસી રહી છે એવામાં તમે મ્યાનમાર માં ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકો. અહી ઈન્ટરનેટ વાપરતા જો તમે પકડાઈ જાવ તો તમને જેલની સજા થાય છે.
* ન્યૂયોર્કમાં છત પરથી કૂદકો મારવાથી તમને મોતની સજા થઇ શકે છે. (જો જીવતા બચો તો)
* સાન ફ્રાન્સિસ્કોમાં અન્ડરવેરથી કાર સાફ કરો તો તે ગેરકાયદેસર છે.
* તાલિબાનમાં મહિલાઓને સફેદ મોઝા પહેરવા પર પ્રતિબંધ છે. ત્યાં રહેતા લોકોનું માનવું છે કે સફેદ મોજાથી મહિલાઓ આકર્ષિત લાગે છે અને કોઇપણ પુરુષ તેમને જોઈ શકે છે.
* ટેક્સાસ માં ખાલી બંદૂક બતાવીને કોઈને ઘમકી આપવી એ ગેરકાયદેસર છે.
* સેમોઓ માં પોતાના જ જન્મદિવસની તારીખ ભૂલવી એ ગેરકાનૂની છે.
* સિંગાપુર માં ચ્યુઇંગ ગમ ચાવવી ગેરકાનૂની છે.
* લોસ એન્જેલ્સ માં એક જ બાથટબમાં બે બાળકોને નવડાવવા એ ગેરકાનૂની છે.
* ઓહિયોના ઓક્સફર્ડમાં કોઈ પુરુષની તસ્વીર સામે મહિલાઓ જો કપડા પહેરે ઓ તે યોગ્ય નથી.
* વિક્ટોરિયા માં રવિવારના બપોરે 12 વાગ્યા પછી ‘ગુલાબી પેન્ટ’ પહેરવાથી તમને સજા થઇ શકે છે.
* વનેવાડાના યુરેકા માં મૂછવાળા પુરુષોને મહિલાઓ kiss કરે તે ગેરકાનૂની છે.
* બર્મુડામાં જાહેર બસમાં સૂટકેસ ન લઇ જવી, મહિલાઓને 8 ઇંચ કરતા ટૂંકી સ્કર્ટ ન પહેરવી અને દરેક ઘરમાં ફક્ત એક જ કાર રાખવાની અનુમતિ છે.
* ગ્રીસના સાયબર કાફેમાં કોઇપણ કોમ્પ્યુટરમાં ગેમ ન રમી શકે. જો કોઈ આમ કરે તો સાયબર કાફે બંધ કરવામાં આવે છે.
* ઇંગ્લેન્ડમાં સંસદના સદનની અંદર મરવું ગેરકાનૂની છે.
* બોલિવિયામાં મહિલા બાર અથવા રેસ્ટોરન્ટમાં ફક્ત એકજ વાર શરાબ પી શકે છે. કારણકે લોકોનું માનવું છે કે શરાબના હેંગઓવરમાં કોઈ તેમનો ફાયદો ઉઠાવી શકે છે.