અરે વાહ! હાર્ટ ટચિંગ – દિલમાં ઉતરી જાઈ તેવી અનમોલ સ્ટોરી, અચૂક વાંચો

9560007_l

કાલે રાત્રે એક એવી ઘટના ઘટી કે જેણે મારી જીંદગીના પાસાઓ બદલી નાખ્યા

સાંજે 7 વાગ્યે મોબાઈલની ઘંટી વાગી, ફોન ઉઠાવ્યો તો ત્યાંથી રડવાનો અવાજ આવ્યો, હું તો ઘભરાઈ જ ગયો, મેં શાંત કરાવ્યા અને પૂછ્યું કે ભાભી આખરે થયું શું,

ત્યાંથી અવાજ આવ્યો…તમે ક્યાં છો? અને કેટલી વાર માં તમે અહી આવી શકો છો?

મેં કહ્યું :- ‘તમે પ્રોબ્લેમ જણાવો…!!’ અને ‘ભાઈ સાહબ ક્યાં છે…?’ ‘તમારી મમ્મી ક્યાં છે…?’ ‘છેવટે થયું છે શું…?’

પરંતુ, અહીથી તો માત્ર એક જ અવાજ આવતો હતો કે તમે અહી આવી જાવ…

ત્યાં પહોચીને જોયું તો ભાઈ સાહેબ (મારો મિત્ર શ્રીમાન ચંદ્રા સાહેબ, જે તીસ હઝારી ન્યાયાલયમાં જજ છે) સામે બેસેલા છે.

ભાભીજી જોર-જોરથી રડવા લાગ્યા, ૧૩ વર્ષનો પુત્ર રોહન પણ ટેન્શનમાં છે. ૯ વર્ષની પુત્રી રોહિણી પણ કઈ નહોતી બોલતી.

મે ભાઈ સાહેબને પૂછ્યું કે આખરે શું વાત છે. ભાઈ સાહેબ પણ કઈ જવાબ નહોતા આપી રહ્યા.

પછી ભાભીજી એ કહ્યું આ જુઓ તલાકના પત્ર, આ કોર્ટમાંથી તૈયાર કરાવીને લાવ્યા છે, મને તલાક આપવા માંગે છે.

Divorce

મે પૂછ્યું આ કેવી રીતે થઇ શકે? આટલી સારી ફેમિલી છે, ૨ બાળકો છે, બધુ જ સેટલ્ડ છે. પ્રથમ દ્રષ્ટિએ મને લાગ્યું કે આ બધો મજાક છે.

પરંતુ, ભાભીજી નું રડવું અને ભાઈ સાહેબની ચુપ્પી કઈ બીજી જ કહાની જણાવી રહી હતી.

હું સવાલ કરી રહ્યો હતો પણ ભાઈ સાહેબ કઈ જવાબ નથી આપતા.

મેં બાળકોને પૂછ્યું દાદી ક્યાં છે?

બાળકોએ જણાવ્યું કે પપ્પાએ તેને ૩ દિવસ પહેલા નોઇડા ના વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરી દીધા છે.

અને થોડી જ ક્ષણોમાં ભાઈ સાહેબ એક માસુમ

બાળકની જેમ જોર-જોરથી રડવા લાગ્યા.

બોલ્યા મે ત્રણ દિવસથી કઈ જ નથી ખાધું.

હું પોતાની ૬૧ વર્ષની માતા ને કોઈક અજાણ્યા લોકો સાથે છોડીને આવ્યો છુ

પાછલા દોઠ વર્ષથી મારા ઘરમાં તેમના માટે સમસ્યા થઇ ગઈ હતી. અંબિકાએ (ભાભીજી) કસમ લીધી, કે હું માતા નું  ધ્યાન નહિ રાખી શકું.

અમારા લોકોથી વધારે સારી રીતે આ ઓલ્ડ એજ હોમ વાળા રાખે છે.

ના તો અંબિકા તેમના સાથે વાત કરતી હતી કે ના તો બાળકો તેમની સાથે વાત કરતા.

રોજ હું જયારે કોર્ટથી આવતો ત્યારે માતા ખુબ જ રડતી.

Clearwater-Family-Law-Attorney

માં એ દસ દિવસ પહેલા બોલી દીધું… બેટા તું મને ઓલ્ડ એજ હોમ માં શિફ્ટ કરી દે.

ઘણી કોશિશો કરી આખી ફેમિલીને સમજાવવા પરંતુ, કોઈએ માતા સાથે યોગ્ય રીતે વાત ન કરી.

જયારે હું ૨ વર્ષનો હતો, ત્યારે મારા પિતાજી નું મૃત્યુ થયું હતું, બીજાના ઘરમાં કામ કરીને મને ભણાવ્યો.

લોકો જણાવતા કે મમ્મી ક્યારેય બીજાના ઘરમાં કામ કરતા સમયે પણ મને એકલો નહોતા છોડતા.

તે જ મમ્મીને હું ઓલ્ડ એજ હોમ માં શિફ્ટ કરીને આવ્યો છુ.

પાછલા ત્રણ દિવસોથી હું મારા મમ્મીના એક એક દુઃખોને યાદ કરીને તડપી રહ્યો છુ, જે તેણે ફક્ત મારી માટે ઉઠાવ્યા હતા.

મને આજે પણ યાદ છે જયારે… હું ૧૦ માં ધોરણની પરીક્ષામાં અપીયર થવાનો હતો, મમ્મી મારી સાથે આખી રાત બેસી રહેતી.

એક વાર મમ્મીને ખુબ તાવ આવ્યો અને હું ત્યારે જ સ્કુલથી આવ્યો હતો., તેમનું શરીર ખુબ ગરમ હતું, તપી રહ્યું હતું, જયારે હું મમ્મીને ગળે લાગ્યો ત્યારે લાગવા ન દીધું

છતા પણ મેં તેમણે પકડી લીધા, મેં કહ્યું મમ્મી તમને તાવ આવે છે? હસતા હસતા જણાવ્યું કે અત્યારે ખાવાનું બનાવી રહી હતી એટલા માટે આખું શરીર ગરમ છે.

લોકો પાસેથી ઉધાર માંગીને મને દિલ્લી વિશ્વવિદ્યાલય થી એલએલબી સુધી ભણાવ્યો.

મને ટ્યુશન પણ કરાવવા નો’તા દેતા કે જેથી મારો ટાઈમ ખરાબ ન થઇ જાય, કહેતા કહેતા રડવા લાગ્યા…

અને બોલ્યા કે જયારે આવી માં નો હું ન થઇ શક્યો તો હું મારા પત્ની અને બાળકોનો કેવી રીતે થઇ શકીએ?

હું જેના શરીરનો ટુકડો છુ, આજે હું તેમને એવા લોકો પાસે છોડીને આવ્યો, જે તેમની આદત, તેમની બીમારી, તેમની વિષે કઈ જ નથી જાણતા.

જયારે હું આવી માં માટે કઈ નથી કરી શકતો

તો હું કોઈ બીજા માટે શું સારું કરી શકું છુ?

Stressed-man-family

આઝાદી જો એટલી સારી હોય, અને માં એટલી બોજ લાગી રહી છે, તો હું પૂરી આઝાદી આપવા માંગું છુ.

જયારે હું પિતા વગર જીવી ગયો તો આ બાળકો પણ જીવી જશે. એટલા માટે હું તલાક આપવા માંગું છુ.

બધી પ્રોપર્ટી આ લોકોના નામે કરીને એ ઓલ્ડ એજ હોમ માં રહેવા ચાલ્યો જઈશ, કમ સે કમ હું એ માં સાથે તો રહી શકું છુ.

અને જો આટલું બધું કરીને માં આશ્રમમાં રહેવા મજબૂર છે, તો એક દિવસ છેવટે મારે પણ ત્યાં જ જવું પડશે. માં સાથે રહેતા રહેતા ટેવ પણ પડી જશે, માં ની તેમ તકલીફ તો નહિ થાય.

જેટલું બોલતા તેનાથી પણ વધારે રડી રહ્યા હતા, મે

ભાભીનો ચહેરો જોયો, તેમનો ભાવ પણ પ્રાયશ્ચિત્ત અને ગ્લાની થી ભરેલો હતો.

રાતના ૨ વાગ્યે અમે લોકો અને બાળકો અમે બધા ઓલ્ડ એજ હોમ માં પહોચ્યા.

ખુબ વધારે રીક્વેસ્ટ કર્યા બાદ ગેટ ખુલ્યો, ભાઈ સાહેબે એ ગેટકીપર ના પગ પકડી લીધા, બોલ્યા મારી માં છે, હું તેમને લેવા આવ્યો છુ.

ચોકીદારે કહ્યું :- ‘શું કરો છો સાહેબ ?’ ભાઈ સાહેબે કહ્યું જજ છુ?’

તે ચોકીદારે કહ્યું :- ‘જ્યાં બધા સબુત સામે છે ત્યાં તો તમે તમારી માતા સાથે ન્યાય નથી કરી શક્યા? તો બીજા સાથે શું ન્યાય કરતા હશો સાહેબ.?

આટલું કહીને અમને લોકોને બહાર રોકીને તે અન્દર ચાલ્યો ગયો.

અંદરથી એક મહિલા બહાર આવી, જે વાર્ડન હતી, તે અમને અંદર માતાના રૂમમાં લઇ ગઈ, રૂમમાં જે દ્રશ્ય હતું, તેને કહેવાની સ્થિતિમાં હું નથી.

ફક્ત એક ફોટો જેમાં આખી ફેમીલી હતી અને તે પણ માં ની બાજુમાં, જેમ કોઈ બાળકને સુવડાવી રાખ્યું હોય, મને જોઈ તેમને લાગ્યું કે વાત ખુલે નહિ અને સંકોચ કરવા લાગી.

પરંતુ, જયારે મે કહ્યું અમે તમને લેવા માટે આવ્યા છીએ, તો આખું ફેમિલી એકબીજાને પકડીને રડવા લાગ્યું.

આજુબાજુના રૂમમાં બીજા પણ વૃધ્ધો હતા, બધા લોકો જાગીને બહાર આવી ગયા, તેમની પણ આખો ભીની થઇ ગઈ.

થોડા સમય બાદ જવાની તૈયારી કરી, આખા આશ્રમના લોકો બહાર સુધી આવ્યા, જેમ તેમ કરીને અમે લોકો આશ્રમના લોકોને છોડી શક્યા.

Family-2

બધા લોકો એ આશાથી જોઈ રહ્યા હતા કે…… કદાચ તેમને પણ કોઈ લેવા આવે.

આખા રસ્તામાં ભાભી અને બાળકો તો શાંત રહ્યા, પણ ભાઈ સાહેબ અને માતાજી એક બીજાની ભાવનાઓને પોતાના જુના સંબંધો સાથે જોડી રહ્યા હતા.

ઘરે આવતા આવતા લગભગ ૩:૪૫ થઇ ગયા, સવાર તો જાણે આ દુનિયામાં બધા માટે હતી, પરંતુ ભાઈ સાહેબ અને તેમના પરિવાર માટેની સવાર તો સૌથી અલગ જ હતી.

માં ના રૂમમાં અમે બાધાએ ધણો સમય સાથે ગુજાર્યો, ભાભી પણ પોતાની ખુશીઓની ચાવી ક્યાં છે તે સમજી ગઈ હતી. ભાઈ સાહેબના ચહેરા પર પણ ખુશીની સ્માઈલ આવી ગઈ.

————–

માં ફક્ત માં છે.

તેને મરતા પહેલા ન મારો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,290 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>