શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી પાર્ટનર કોઈ હોટેલમાં જાય અને તે પ્રેગ્નેટ થાય તો તમને ૭૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે? ક્યારેય નહિ વિચાર્યું હોય ખરુંને…. આ વાત જરા અટપટી ચોક્કસ છે પણ દમદાર છે.
જયારે તમારા નવા નવા મેરેજ થાય અને તમે પાર્ટનર સાથે હનીમુનમાં કોઈ હોટેલે જાવ તે દરમિયાન તમારી પાર્ટનર પ્રેગ્નેટ થાય તો ખુશી તો થાય જ સાથે આ જમ્બો ઓફર ની જો જાણ થાય તો તમારી ખુશી ડબલ થઇ જાય.
વેલ, આ જમ્બો ઓફર તમને ઇઝરાયલની હોટેલ ‘યહુદા’ આપી રહી છે. આ અફલાતૂન હોટલે જણાવ્યું છે કે જો કોઈ મહિલા અહી નક્કી કરવામાં આવેલ તારીખે અહી પ્રેગ્નેટ થાય તો ઇનામ રૂપે તેને ૭૦ લાખ રૂપિયા આપવામાં આવે એ સાથે જ હોટેલનો તમામ ખર્ચ પણ ફ્રી માં મળે.
અહી દર ચાર વર્ષે એક ફેસ્ટીવલ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં ઘણા બધા લગ્નશુધા કપલ્સ પાર્ટીસીપેટ કરે છે. અહી ડોકટર્સની આખી ટીમને પણ હાયર કરવામાં આવેલ છે. જે હોટેલને જાણ કરે છે કે મહિલા સાચે જ ગર્ભવતી છે કે નહિ.
જો સાચે જ મહિલા ગર્ભવતી થાય તો શરત અનુસાર તેને ચોક્કસ રકમ આપવામાં આવે છે. વેલ આટલી મોટી ભારી ભરકમ રકમ આપવા પાછળ હોટેલનો શું ઉદ્દેશ્ય છે તે અંગે કઈ ખાસ જાણવા નથી મળ્યું. કદાચ હોટેલમાં અટ્રેક્શન મેળવવા માટે પણ આવું હોઈ શકે છે.