રોજબરોજ ની લાઈફ થી કંટાળી ગયા હોવ અને લાઈફમાં કઈક નવું કરવું હોય અને તેણે માણવું હોય તો ‘આંબી વેલી’ તમારા માટે શાનદાર પ્લેસ છે. એંબી વેલી, પુણે, મહારાષ્ટ્ર માં આવેલ છે. અહી જવા માટે તમારા ખિસ્સામાં ભારી-ભરકમ રકમ હોવી પણ જરૂરી છે.
મોટાભાગે આ મિડલ ક્લાસના લોકો માટે નથી પણ અમીરો ના એશો-આરામ માટે આને બનાવવામાં આવ્યું છે. એંબી વેલીમાં આખું એક ‘લકઝરીયસ સીટી‘ (Township) બનાવવામાં આવ્યું છે. સહારા (Sahara India Pariwar) કંપની ના ફાઉન્ડર ‘સુબ્રત રોય’ એ આનું નિર્માણ કર્યું છે.
પુણે જીલ્લાના લોનાવાલા સ્થિત સહારા ગ્રુપનું લક્ઝરી ટાઉનશીપ એંબી વેલી ૧૦,૬૦૦ જેવા અફલાતુન એકરમાં ફેલાયેલ છે. આ ટાઉન પહાડીય જગ્યામાં બનેલ છે. એંબી વેલીમાં ઘણા બધા ફિલ્મસ્ટાર્સ, ખેલાડીઓ ઉપરાંત VIP લોકોના બંગલાઓ છે, જે પ્રાઈવેટ જેટ રાખે છે.
એંબી વેલીને દેશની પહેલી પ્લાન્ડ ‘લક્ઝરી હિલ સીટી’ કહેવામાં આવે છે. અહી બનેલ એક-એક વિલાની કિંમત ૩૦-૪૦ કરોડ રૂપિયા છે. આ પ્રખ્યાત હિલ સ્ટેશન ‘લોનાવાલા’ થી માત્ર ૨૩ કિલોમીટર ના અંતરે આવેલ છે. રોયલ વેડિંગ કરવા માટે આને એક પરફેકટ રોયલ ડેસ્ટીનેશન મનાય છે.
આ વેલીમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સ થી લઇ જીમ, ફિલ્મ શુટિંગ સ્ટુડિયો, ગોલ્ફ કોર્સ, વોટસ સ્પોર્ટ્સ, સ્કાઈ ડાઈવીંગ, સ્પેનીશ કોટેજ, પ્લે ગ્રાઉન્ડ, ઇન્ટરનેશનલ સ્કુલ, ફોર્ચુન ફાઉન્ટન, માનવ નિર્મિત તળાવો સહીત ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૪માં સહારા એ એંબી વેલી ની કુલ કિંમત ૧ લાખ કરોડ જણાવી હતી.
જણાવી દઈએ કે એંબી વેલી ૧૫ બિલિયન રૂપિયા ની કિંમતમાં બનીને તૈયાર થઇ હતી. આટલી મોટી રકમથી બનેલ હોવાથી જયારે આનું નિર્માણ થયું ત્યારે ખુબ ન્યુઝપેપર માં આના વિષે છપાયેલ. એંબી વેલી ચીફ ‘સુબ્રત રોય’ ના ડ્રીમ પ્રોજેક્ટ્સ માંથી એક છે. જોકે, સરકારને ટેક્સ ન ભરવાના કારણે હાલ આ પર્યટક સ્થળને સીલ કરી દીધું છે.