* લાઈફમાં વધારે સબંધ હોવા જરૂરી નથી પણ જે સબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે.
* અમુક લોકો પોતાની જાત પર ક્યારેય વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી કોઈ તેના પર વિશ્વાસ ન કરે.
* પેટમાં ગયેલું ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારે છે પણ કાનમાં ગયેલ ઝેર સેકડો લોકોને મારે છે.
* કહેવાય છે સમય બધું ઠીક કરી નાખે છે. પણ સાચું તો એ જ છે કે આપણે દર્દ સાથે જીવવાનું શીખી જઈએ છીએ.
* ખુશનસીબ એ નથી જેમનુ નસીબ સારું છે! ખુશનસીબ તો એ છે જે પોતાના નસીબ થી ખુશ છે.
* સારા લોકોની એક ખાસિયત એ પણ હોય છે કે તેમણે યાદ નથી રાખવા પડતા, તેઓ જાતે જ યાદ રહી જાય છે.
* જીવન મળવું, એ ભાગ્ય પર નિર્ભર કરે છે, મૃત્યુ આવવું, એ સમય પર નિર્ભર છે. પરંતુ…. મૃત્યુ પછી પણ લોકોના દિલોમાં રહેવું એ પોતે કરેલા કર્મો પર આધારિત છે.
* અસફળતા ને દિલમાં ન ઉતરવા દેવી અને સફળતાને માથા પર ન ચઢાવવી.
* જિંદગી મળી છે જીવવા માટે એને હસતાં હસતાં જીવો કે કોઈ તમને જોઇને પણ હસે.
* કોઈને હરાવવું ખુબ સહેલું છે પણ કોઈને જીતાવવું બહુ અધરું છે.
* ક્યાં કોઈ મળે છે સમજવા વાળા, જે પણ મળે છે તે સમજાવી ને ચાલ્યા જાય છે.