* દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં કોઈ શંકા નથી.
* સુંદર લાઈન: સબંધો લોહીના નથી હોતા, સબંધો તો અહેસાસ ના હોય છે. જો અહેસાસ હોય તો અજબની પણ પોતાના અને જો અહેસાસ ન હોય તો પોતાના પણ અજનબી લાગે છે.
* જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે.
* ક્યારેક ક્યારેક ‘આંસુ’ મુસ્કાન કરતા પણ વધુ special હોય છે, કારણકે મુસ્કાન તો બધા માટે હોય છે પરંતુ આંસુ તો ફક્ત એના માટે જ હોય છે, જેણે આપણે ખોવા (ગુમાવવા) નથી માંગતા.
* ડગલે ને પગલે સાથ આપજો, આવે મુસીબત તો હાથ આપજો, જીવનમાં રહેજો સદા દોસ્ત બનીને, મૂંઝાય મારું મન ત્યારે થોડી હિંમત અને થોડો વિશ્વાસ આપજો…
* વગર ચોપડીએ જે શીખવાડી જાય છે એને જીંદગી કહેવાય છે.
* કોઈએ ભગવાનને પૂછ્યું, તમારો મનપસંદ વ્યક્તિ કયો છે?, ભગવાને જવાબ આપ્યો, ‘એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની ક્ષમતા છે છતાં પણ તે તેણે ભૂલી જવાનું પસંદ કરે છે.’
* કોઈ માણસ બીજા માણસને દાસ નથી બનાવતો ફક્ત ધનની લાલસા જ મનુષ્યને દાસ બનાવે છે.
* ન્યાય અને નીતિ લક્ષ્મીના રમકડાં છે, તે જેમ ઈચ્છે તેમ આપણને નચાવે છે.