ઘણાં સમયથી ફિલ્મી દુનિયામાં ખબર આવી રહી હતી કે ડિરેક્ટર રામ ગોપાલ વર્મા મેગાસ્ટાર અમિતાબ બચ્ચન ને લઈને ‘સરકાર ૩’ બનાવવાની તૈયારીમાં છે. જોકે, આ ખબર સાચી છે, આમાં કોઈ અટકળો નથી કરવામાં આવી.
જાણકારી અનુસાર આ ફિલ્મનું શુટિંગ જુન ૨૦૧૬ થી શરુ થશે. રામ ગોપાલ વર્મા આના પહેલા પણ ‘સરકાર ૨’, ‘સરકાર રાજ’ બનાવી ચુક્યા છે. હવે રામે આ ફિલ્મની નવી સીરીઝ બનાવવાનું વિચાર્યું છે. આની પહેલા પણ રામ ગોપાલ વર્મા અને અમિતાભ બચ્ચન એક સાથે ‘ડિપાર્ટમેન્ટ’ ફિલ્મ માં આવી ચુક્યા છે અને જે સુપર ફ્લોપ રહી હતી.
રામ ગોપાલની ફિલ્મો લગાતાર ફ્લોપ રહી હોવા છતા પણ મિસ્ટર બીગ બી ને તેમની પ્રતિભા પર વિશ્વાસ છે. તેથી જ તો મોકો મળતા અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ સાઈન કરી. ફિલ્મના શુટિંગ અંગે રામનું કહેવું છે કે ‘સરકાર ૩’ ને લઈને હું એટલો બધો ઉત્સુક છું, જેટલો એક ટીનેજ પોતાની પહેલી ડેટને લઈને હોય.
તમને જણાવી દઈએ કે ‘સરકાર’, ‘સરકાર રાજ’ અને ‘સરકાર ૨’ ની જેમ ‘સરકાર ૩’ માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તમને જોવા નહિ મળે. ફિલ્મ ‘સરકાર ૨’ માં અભિષેક બચ્ચનની ઓપોઝિટ કેટરીના કેફ હતી અને સરકાર ૨ માં તેમની હત્યા કરવામાં આવી હતી. ‘સરકાર રાજ’ માં ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના ડિફરન્ટ અવતારમાં નજર આવી હતી. તો જોવાનું એ રહ્યું કે ‘સરકાર ૩’ માટે રામ કઈ હિરોઈન ને પસંદ કરશે.