સલમાન હાલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અંગે સૂત્રોએ એવું જણાવ્યું હતું કે સલમાન તેની સહઅભિનેત્રી સાથે ફાઈટનો રોલ અદા કરવાનો છે, જેમાં અભિનેત્રી સલમાનના મોં પર મુક્કો મારશે, આમ તો આ ફિલ્મમાં સલમાનની હિરોઈન સોનમ કપૂર છે પણ આ મુક્કો તેને ફિલ્મમાં તેની બહેનનો રોલ કરી રહેલી સ્વરા ભાસ્કર મારશે.
આ ફિલ્મમાં સલમાન એક રાજકુમારનો રોલ કરી રહ્યો છે જ્યારે સ્વરા ભાસ્કર સલમાનની બહેન તરીકે રાજકુમારીનો રોલ કરી રહી છે. આ બંન્ને જણાં ફિલ્મમાં ભાઈબહેનની જેમ લડતાંઝઘડતાં દેખાશે.
આ અંગે સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે રિયલ લાઇફની જેમ રીલ લાઇફમાં પણ એક ભાઈબહેનની જેમ હું અને સલમાન લડાઈ કરતાં નજરે પડીશું. તેણે ઉમેર્યું હતું કે હું આ સીનને લઈને ખૂબ નર્વસ છું, કેમ કે સલમાનના ચાહકો મારી પિટાઇ કરી શકે છે.