બોલીવુડની જાણીતી અભિનેત્રી ટેલિવિઝન માં ફરીથી કમબેક કરી રહી છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી એક ડાંસ રીયાલીટી શો માં જજ બનવા જઈ રહી છે.
આ વખતે શિલ્પા બાળકોના ડાંસ શો ને જજ કરશે. તેણી જણાવે છે કે, ‘ડાંસ મારો શોખ છે અને મને નાના બાળકો ખુબ પસંદ છે. આજ કાલના બાળકો ખુબજ ટેલેન્ટથી ભરપુર હોય છે. અમને તમના માંથી ઘણું સીખવા મળે છે.’
પોતે પહેલા કરેલા શો કરતા આ શો માટે શિલ્પાએ બે ગણા પૈસા ની માંગ કરી હતી અને તેની આ ડીમાંડને પૂરી પણ કરવામાં આવી. શિલ્પાના નવા શો નો પ્રોમો પણ શૂટ થઇ ગયો છે.
તમને જણાવી દઈએ કે 2008 માં શિલ્પા ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ’ ની બીજી સીઝનમાં કન્ટેસ્ટંટ તરીકે આવી હતી અને ‘નચ બલીયે’ માં પાંચમી અને છઠ્ઠી સીઝનમાં જજ તરીકે આવી હતી. આ ઉપરાંત ટેલિવિઝન નો ફેમસ ડાન્સિંગ શો ‘ઝલક દિખલા જા’ માં પણ જજ બની હતી. શિલ્પાના આ ડાન્સિંગ શો ની સત્તાવાર જાહેરાત આગામી વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવશે.