અભય અને ડાયના પેન્ટી એકસાથે જોવા મળશે ‘હેપ્પી ભાગ જાયેગી’ માં

abhay-deol-diana-penty-don-traditiona-avatar-for-happy-bhaag-jayegi-1

બોલિવૂડ અભિનેતા અભય દેઓલ અને કોકટેલ ની અભિનેત્રી ડાયના પેન્ટીની જોડી જલ્દીથી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. આ બંને સેલેબ્સ ફિલ્મ નિર્માતા આનંદ એલ રાય ના બેનર હેઢળ બનેલ ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ માં જોવા મળશે.

આ ફિલ્મમાં અભય દેઓલ અને ડાયના પેન્ટી સિવાય જિમ્મી શેરગિલ અને અલી ફઝલ પણ જોવા મળશે. આ એક રોમેન્ટિક અને કોમેડી મુવી છે જે 19 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં આ બંને પરંપરાગત કપડાંમાં જોવા મળશે. એટલેકે અભય પઢાણી સુટમાં અને ડાયના બૂટ સાથે દેસી પહેરવેશમાં જોવા મળશે.

હેપ્પી ભાગ જાયેગી નું શુટિંગ પંજાબ ના અમૃતસરમાં કરવામાં આવ્યું છે. અભય – ડાયના બંને પહેલી વખત એકસાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. રાય અને ઈરોઝ ઈન્ટરનેશનલની કૃતિકા લુલ્લા ફિલ્મની સહ-નિર્માતા છે.

તમને જણાવી દઈએ કે ડાયના પેન્ટી ‘હેપ્પી ભાગ જાયેગી’ ના પહેલા ‘કોકટેલ’ માં જોવા મળી હતી અને આ ફિલ્મ માટે તેમને ઘણા એવોર્ડ પોતાના નામે કર્યા હતા. જયારે અભય છેલ્લી વાર ‘જિંદગી ના મિલેગી દોબારા’ માં જોવા મળ્યો હતો.

CV8yTxiVAAEimxN

Comments

comments


5,319 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 7 =