અબજોપતિ ની સફળતા નો રાજ – જાણવા જેવું

બિલ ગેટ્સ (ડાબે, વોરેન બફેટ (જમણે ઉપર) જેમ બેજોસ (ડમણે નીચે)

Billionaires first job, someone selling newspapers nobody utensil wash

છાપું વેચનાર જ્યારે ખુદ છાપાની હેડલાઇન બની જાય ત્યારે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ એવું થયું છે. આ એવા પસંદગીના લોકો છે, જે ક્યારેક છાપું વેચતા હતા, તો ક્યારેક પિઝા ડિલિવરીનું કામ કર્યું. પરંતુ, આજે સફળતા શિખર પર છે. ક્યારે તેમની સંપત્તિને લઈને તો ક્યારે કંપનીને લઇને આ લોકો મોટેભાગે ચર્ચામાં રહેતા હોય છે. આવા લોકોની નોકરીની શરૂઆત ભલે નાની હતી, પરંતુ જુનુન, ઉત્સાહ અને મહેનતે આજે તેમને સાતમાં આસમાને પહોંચાડી દીધા છે.

Janvajevu.com એ આવા જ પસંદગીના લોકોની જિંદગી સાથે જોડાયેલ એવી વાત જણાવી રહ્યું છે, જે આજે છે તો અબજો રૂપિયાના માલિક, પરંતુ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત નાના કામથી કરી હતી.

Amazon.com સીઈઓ જેફ બેજોસ

Bilazlionaires first job, someone selling newspapers nobody utensil wash

Amazon.com આજે વિશ્વમાં પ્રસિદ્ધ ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક છે. તેમના સીઈઓ જેફ બેજોસ છે. જેફ માટે કહેવા છેય કે, જ્યારે તેઓ યુવાન હતાં ત્યારે સૌથી પ્રથમ નોકરી તેમણે મેકડોનલ્ડમાં ગ્રિલ મેનના રૂપમાં કરી હતી. ત્યારે જેફના પિતા પણ મેકડોનલ્ડમાં કામ કરતાં હતા. બાદમાં તેમણે પોતાની એક્સ ગર્લફ્રેન્ડની સાથે બાળકો માટે સમર કેમ્પ લગાવવાનું કામ શરૂ કર્યું, જેના દ્વારા તેઓ એક બાળક પાસેથી 600 ડોલર ફી લેતા હતા. જોકે, તેમના સમર કેમ્પમાં માત્ર 6 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. અનુસ્નાતક કર્યા બાદ જેફને એક સ્ટાર્ટઅપ કંપનીમાં નોકરી મળી, પરંતુ ત્યાં વધુ દિવસ સુધી નોકરી ન કરી. પોતાના બિઝનેસ માઇન્ડ સેટ અને સ્કિલ્સની મદદથી 1994માં તેમણે ઈ-કોમર્સ કંપની એમેઝોનની સ્થાપના કરી.

માઈકલ ડેલ

Billionaires first job, someone selling newspapers nobody utensil wash

ડેલ વિશ્વની પ્રમુખ કોમ્પ્યુટર નિર્માતા કંપની છે. ડેલના સ્થાપક અને સીઈઓ માઇકલ ડેલની કારકિર્દી એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં પ્લેટ ધોવાથી શરૂ થઈ હતી. એ સમયે તેઓની ઉંમર માત્ર 12 વર્ષ હતી. ત્યાર બાદ તેમને ત્યાં જ પાણી સર્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ તેમણે 15 વર્ષની ઊંમરમાં પોતાની કમાણીથી એપલનું કોમ્પ્યુટર ખરીદ્યું, માત્ર એ જોવા માટે કે આ હાઈટેક કોમ્પ્યુટર કામ કેવી રીતે કરે છે. 1984માં તેમણે ડેલ કંપનીને પીસી લિમિટેડના નામથી રજિસ્ટર કરાવી.

વોરેન બફેટ

Billionaires first job, someone selling newspapers nobody utensil wash

વિસ્વના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાં સામેલ વોરેન બફેટને ઇન્વેસ્ટમેન્ટ મેન પણ કહેવામાં આવે છે. તેમના માટે કહેવાય છે કે, તેઓ જ્યાં પણ રોકાણ કરે છે ત્યાં નફો કમાય છે. લોકો તેમની પાસેથી રોકાણની ટિપ્સ લેતા રહે છે, પરંતુ વોરેન બફેટ પણ બાળપણમાં છાપાં વેચવાનું કામ કરતાં હતા. માત્ર 13 વર્ષની ઉંમરમાં તેઓ ઘરે ઘરે જઈને છાપાં વેચતા હતા. આજે તેઓ અબજો રૂપિયાના માલિક છે. તેમણે ફોર્બ્સને આપેલ એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમને અનુસાર, રોકાણ કરવા માટે ખુદના રૂપિયા હોવા જરૂરી છે માટે તેઓ પાર્ટ ટાઈમ કામ કરતાં હતાં.

માઇકલ બ્લૂમબર્ગ

Bilazlionaires first job, someone selling newspapers nobody utensil wash

માઇકલ બ્લૂમબર્ગ ગ્લોબલ ફાઈનાન્શિયલ ડેટા પ્રોવાઈડર અને મીડિયા કંપનીના સ્થાપક અને સીઈઓ છે. તેમણે 1973માં તેની સ્થાપના કરી હતી. એ સમયે કંપની માત્ર ઈક્વિટી ટ્રેડિંગનું કામ કરતી હતી. માઇકલનું નામ હાલમાં જ ચર્ચામાં આવ્યું હતું. જ્યારે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ભાગીદારીની જાહેરાત કરી હતી. વિશ્વના અબજોપતિઓમાં સામલે માઈકલ બ્લૂમબર્ગના બાળપણની કહાની રસપ્રદ છે. માઈકલ કોલેજમાં અભ્યાસ દરમ્યાન પાર્કિંગ અટેન્ડન્ટનું કામ કરતાં હતાં.

ચાર્લ્સ શ્વાબ

Bilazlionaires first job, someone selling newspapers nobody utensil wash

ચાર્લ્સ શ્વાબનું નામ આજે વિશ્વના અબજોપતિઓમાં સામેલ છે. બાળપણમાં તેઓ અથાણું અને અખરોટ વેચતાં હતાં. ધીમે ધીમે તેણે ચિકન અને ઈંડા વેચવાનું શરૂ કર્યું. 14 વર્ષની ઉંમરમાં તેમને ગોલ્ફ કોર્સમાં કેડીનું કામ મળ્યું. આજે તેઓ વિશ્વના પ્રખ્યાત ફાઈનાન્શિયલ સર્વિસ કંપની વોલ્ટ બેટિંગરના સીઈઓ છે. તેમણે આ જવાબદારી 2008માં સંભાળી હતી.

એપલના સીઈઓ ટિમ કુક

Bilazlionaires first job, someone selling newspapers nobody utensil wash

સ્ટીવ જોબ્સ બાદ ટિમ કુકને 1998માં એપલના સીઈઓ નિમવામાં આવ્યા. જોકે, કેટલાક લોકોને છોડીને આ પહેલા ટિમ કુકને કોઈ ઓળખતું ન હતું. ટિમ કુક પણ પોતાના ખર્ચા કાઢવા માટે બાળપણમાં છાપાં વેચતા હતા. એપલ સાથે જોડાયા પહેલા ટિમ કુક અલબામા સ્થિત પેપર મિલમાં કામ કરતાં હતાં.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,282 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>