અબજોપતિ નાઈ

Billions of assets and is the owner of the NAI, today cut their hair

રતન ટાટા, મુકેશ અંબાણી, માર્ક ઝુકરબર્ગ જેવી મોટી હસ્તિઓના નામ આજે દુનિયામાં કોણ નથી જાણતું. પરંતુ, આ નામચીન લોકોની વચ્ચે ઘણાં નામ એવા છે જેને ઘણાં ઓછા લોકો જાણે છે. આ એવા લોકો છે, જેણે પોતાની મહેનતના જોરે સફળતા પ્રાપ્ત કરી છે. બેંગ્લુરુના રમેશ બાબુ આમાંના જ એક છે. ક્યારેક તેઓ મામૂલી નાઇ હતા, પરંતુ પોતાની દૂરદૃષ્ટિ, મહેનત અને લગનથી આજે તેઓ અબજોના માલિક છે. તેમની પાસે રોલ્સ રોયસ, મર્સિડિઝ, બીએમડબલ્યૂ અને ઓડી જેવી લકઝુરીયસ ગાડીઓનો કાફલો છે.

રમેશ બાબૂ

રમેશ બાબૂની ઉંમર ૪૩ વર્ષ છે. બેંગાલુરૂના અનંતપુરના રહેવાસી રમેશ જ્યારે ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા. પિતા બેંગાલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમની પાસે પોતાની નાઇની દુકાન ચલાવતા હતા. પિતાના અવસાન બાદ રમેશ બાબૂની માતાએ લોકોના ઘરોમાં ખાવાનું બનાવીને બાળકોનું પેટ ભર્યું. તેમણે પોતાના પતિની દુકાનને માત્ર ૫ રૂપિયાના માસિક ભાડામાં આપી દીધી.

શરૂ કરી ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપની

રમેશ બાબૂ તમામ મુશ્કેલીઓ છતાં અભ્યાસ કરતાં હતા. ૧૨માં ધોરણમાં નિષ્ફળ ગયા બાદ તેમણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટથી ઇલેકટ્રોનિક્સનો ડિપ્લોમાં કર્યો. ૧૯૮૯માં તેમણે પિતાની દુકાન પાછી લઇને નવેસરથી ચલાવી. આ દુકાનને મોર્ડન બનાવીને તેમાંથી ઘણાં નાણાં કમાયા. અને એક મારૂતિ વાન ખરીદી. તેઓ પોતે કાર ડ્રાઇવ કરવાનું જાણતા નહોતા તેથી તેમણે કારને ભાડા પર આપવાનું શરૂ કર્યું. ૨૦૦૪માં તેમણે પોતાની કંપની રમેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સની શરૂઆત કરી.

૨૫૬ કારોનો કાફલો

Billions of assets and is the owner of the NAI, today cut their hair

આજે રમેશ બાબૂની પાસે ૨૫૬ કારોનો કાફલો છે. જેમાં ૯ મર્સિડિઝ, ૬ બીએમડબલ્યૂ, એક જેગુઆર અને ૩ ઓડી કાર છે. તેઓ રોલ્ય રોયસ જેવી મોંઘી કારો પણ ચલાવે છે જેનુ એક દિવસનું ભાડું ૫૦,૦૦૦ રૂપિયા સુધી છે. રમેશ બાબૂની પાસે ૬૦ થી પણ વધારે ડ્રાઇવર છે. પરંતુ આજે પણ તેમણે પોતાનું ખાનદાની કામ નથી છોડયું. આજે પણ પોતાના પિતાના સલૂન ઇનર સ્પેસને ચલાવી રહ્યા છે. જેમાં દરરોજ બે કલાક ગ્રાહકોના વાળ કાપે છે.

અમિતાભથી લઇને શાહરૂખ સુધી છે તેમના ક્લાયન્ટ

લકઝરી ટેક્સી સર્વિસ શરૂ કર્યા બાદ રમેશ બાબૂના ક્લાયન્ટનું લિસ્ટ પણ વધતું ગયું. અમિતાભ બચ્ચન, એશ્ચર્યા રાયથી લઇને શાહરૂખ ખાન જેવી બોલિવુડ સેલિબ્રિટી પણ તેમના ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ છે.

કોલકાતા અને મુંબઇના ક્લાયન્ટ્સ

Billions of assets and is the owner of the NAI, today cut their hair

રમેશ બાબૂ દરરોજ સવારે સાડા પાંચ વાગે ગેરેજમાં જાય છે. જયાં ગાડીઓની દેખરેખ, બુકિંગની જાણકારી લઇને સાડા દસ વાગે પોતાની ઓફિસ પહોંચે છે. આખા દિવસ ક્લાયન્ટ અને બિઝનેસમાં વ્યસ્ત રહ્યા બાદ સાંજે ૫-૬ કલાકે તેઓ પોતાના સલૂન જરૂર જાય છે. અહીં પણ તેમના ખાસ ક્લાયન્ટ તેમની રાહ જોઇ રહ્યા હોય છે. રમેશ બાબૂના જણાવ્યા અનુસાર, તેમના મોટાભાગના ક્લાયન્ટ વાળ કપાવવા માટે કોલકાતા અને મુંબઇથી આવે છે.

બાળકોને આપી રહ્યા છે કટિંગ ટિપ્સ

Billions of assets and is the owner of the NAI, today cut their hair

રમેશ બાબૂ પોતાની બન્ને પુત્રીઓ અને એક પુત્રને પણ સલૂનનું કામ શીખવે છે. તે દરરોજ એક શિક્ષકની જેમ તેમને કટિંગ ટિપ્સ આપે છે. રમેશ બાબૂનું કહેવું છે કે આ એક સારી જોબ છે, જેમાં પ્રોફેશનલ હોવું જરૂરી છે. તેઓ બાળકોને તેમની સાથે સલૂન પણ લઇ જાય છે. પરંતુ, ઓછી ઉંમરને કારણે બાળકોને કોઇ કામ સોંપવામાં નથી આવતું.

વિજયવાડામાં વેન્ચર ખોલવાનું પ્લાનિંગ

Billions of assets and is the owner of the NAI, today cut their hair

રમેશ બાબૂનું હવે પછીનું ટાર્ગેટ અન્ય શહેરોમાં પોતાના બિઝનેસને વધારવાની છે. તેઓ પોતાના સલૂન અને ટેક્સી સર્વિસને વિજયવાડામાં શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આવા શહેરોમાં સંભાવનાઓ છે. જેથી ફોકસ આ જ શહેરોમાં છે. હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં બિઝનેસની સફળતા માટે ઘણો સમય લાગે છે. પરંતુ, નાના શહેરોમાં આપની પાસે ઘણાં વિકલ્પ હોય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,231 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>