અપનાવો આ TIPS, youtube તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા

1_1426829125

યુટ્યુબના માધ્યમથી ફ્રિમાં વીડિઓ જોઇ શકાય છે. જ્યારે કેટલાક વીડિઓ માટે તમારે રૂપિયા ચુકવવા પડે છે. આ તો થઇ રૂપિયા ચુકવવાની વાત પરંતુ શુ તમે જાણો ચો યુટ્યુબમાં કેટલીક સરળ ટીપ્સની મદદથી તમે કમાણી કરી શકો છો.

યુટ્યુબમાંથી રૂપિયા કમાવા આસાન તો છે પરંતુ તેના માટે યુઝર્સે લાંબો સમય અને ધીરજની જરૂર હોય છે. જાણવાજેવું.કોમ તમને જણાવી રહ્યુ છે તેવી કેટલીક ટીપ્સ વીશે જેની મદદથી તમે પણ ઘરે બેઠા બેઠા યુડ્યુબની મદદથી રૂપિયા કમાઇ શકો છો.

સ્ટેપઃ1 સૌપહેલા તમારી યુટ્યૂબ ચેનલ બનાવો

તમારી યુટ્યુબ ચેનલ વેબસાઇટ પર તમારી ઓળખ હશે. દરેક યુટ્યુબ એકાઉન્ટ એક ચેનલથી જોડાએલી હોય છે. યુટ્યુબ એકાઉન્ટ તમારૂ Gmail એકાઉન્ટ પણ બની શકે છે. યુટ્યુબ ઉપર તમારૂ એકાઉન્ટ બનવવાથી તમે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસીસ પણ એક્સેસ કરી શકો છો.

તમારી યુટ્યુબ ચેનલ બનાવ્યા બાદ તમારે કિ-વર્ડ્સ નાખવાના રહે છે. જે યુટ્યુબ પર તમારી ચેનલને સર્ચ કરવા માટે ઉપયોગી બનશે. કિવર્ડ નાખવા માટે તમારે

Channel Settings-> Advanced section માં જવાનુ રહેશે. કિવર્ડ તમારા વીડિઓ કન્ટેન્ટના હિસાબથી હોવા જોઇએ.

સ્ટેપઃ 2

2_1426829125stp ...2

વીડિઓ ચેનલ પર કન્ટેન્ટ નાખો યુટ્યુબ પર ચેનલ બનાવ્યા બાદ સૌથી પહેલા ચેનલમાં કન્ટેન્ટ એડ કરવાનુ રહેશે. યુટ્યુબ પર હાઇ-ક્વોલિટી કન્ટેન્ટ અને લો ક્વોલિટી કન્ટેન્ટ એડ કરવાની સુવિધા હશે. જે તમારા કન્ટેન્ટ ટાઇપ કરવા પર આધાર રાખશે.

 • કન્ટેન્ટ ઓરિજનલ હોવુ જોઇએ.
 • તેની ક્વોલિટી સારી હશે તો તમને વધારે વ્યુ મળશે.
 • ચેનલ ઓનરને એ વાતનુ ઘ્યાન રાખવુ જરૂરી રહેશે કે વીડિઓઝ રેગ્યુલર અપડેટ થતા રહે.
 • વીડીઓ અપલોડ કરતા સમયે કિ-વર્ડનુ ઘ્યાન રાખવુ જરૂરી છે. જો કિ-વર્ડ ખોટો હશે તો વીડિઓ સર્ચ નહી થાય.

સ્ટેપ 3:

3_1426829126stp....3

વીડીઓથી રૂપિયા બનાવવા વધારેમાં વધારે વીડિઓ અપલોડ કરો અને વ્યુ મળ્યા બાદ વારો આવશે વીડિઓને મોનિટાઇઝ(રૂપિયા કમાવાની) કરવાની. રૂપિયા કમાવા માટે વીડિઓઝને મોનિટાઇઝ કરવી જરૂરી છે. તેનો મતલબ એ કે વીડિઓઝમાં એડ્સની પરમિશન આપવી. વીડીઓ અપલોડ કર્યા પહેલા મોનિ઼ટાઇઝ કરવા માટે તમારા યુટ્યુબ ચેનલના ડેશબોર્ડ (Dashboard) પર જવાનુ રહેશે. અહિયા તમારે Monetisation tab->“Monetize with Ads” મોક્સ પર ક્લિક કરવાનુ રહેશે.

જો તમને મોનિટાઇઝેશન બટન ના મળે તો

જો તમને ડેશબોર્ડમાં મોનિટાઇઝેશન બટન નથી મળતુ તો ચેલન સેટિંગ્સમાં જાઓ. ત્યા Monitisation ટેબ પર ક્લિક કરો. યુટ્યુબ પેજના ટોપ લેફ્ટ કોર્નર પર (જ્યા સાઇન આઉટનો ઓપ્શન આપ્યો હશે) CREATOR STUDIO ઓપ્સ હશે. આ ઓપ્શન પર ક્લિક કરો ત્યાર બાદ

યુટ્યુબ મેલ

જો તમારી ચેનલનો કોઇ વીડિઓને વધારે વ્યુ મળશે તો તમને યુટ્યુબ તરફથી એક મેલ મળશે. “Apply for revenue sharing for your video (Video Title).”આ સબ્જેક્ટ સાથે જો મેળ આવે છે તો ચોક્કસથી તમારા માટે ખુશીની વાત છે. યુટ્યૂ દ્વારા મોકલવામાં આવેલા મેલમાં જે વીડિઓનુ નામ હશે તે વીડિઓ અપલોડ કરવા માટે કંપની તમને રૂપિયા આપશે. પરંતુ તે ફક્ત તેજ વીડિઓ માટે હશે. બધીજ વીડિઓ મોવિટાઇઝ કરવા માટે ઉપર આપવામાં આવેલા સ્ટાપને તમારી એક બાદ એક ફોલો કરવાના રહેશે.

સ્ટેપ 4 Adsense બનાવવુ

4_14268291261stp....4

એડસેન્સ એક પ્રોગ્રામ છે જે ઓનલાઇન એકાઉન્ટ્સ દ્વારા યુઝર્સ સુધી પેમેન્ટ પહોચાડવાનુ કામ કરે છે. એડસેન્સ દ્વારા થતુ પેમેન્ટ 100 ડોલર પૂરૂ થયા બાદ યુઝર્સ સુધી પહોચાડે છે. તેના માટે યુઝર્સની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોવી જરૂરી છે.

એડ સેન્સ એકાઉન્ટમાં તમેરા તમારૂ PayPal અથવા તો બેન્ક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. સાથે સાથે એક ઇમેલ આઇડી પણ એડસેન્સમાં રજીસ્ટર કરવાવવાનુ રહેશે. જેથી આ જાણકારીની મદદથી એડસેન્સ તમને વીડિઓઝ દ્વારા કમાયેલા રૂપિયા તમને મોકલી શકે.

સ્ટેપ 5 એડસેન્સ એકાઉન્ટ બનાવવા માટે

5_1426829127stp,....5

 • સૌ પ્રથીમ તમારી ચેનલમાં Monitisation પેજ પર જાઓ. ત્યા ‘How will I be paid?’ ઓપ્શન પર ક્લિક કરો.
 • હવે યુટ્યુબ પર AdSense Association પેજ ખુલશે. ત્યાથી તમારે NEXT પર ક્લિક કરવાનુ રહેશે.
 • ત્યાર બાદ જે પેજ ખુલશે તેમાં તમારે ગૂગલ એકાઉન્ટ નાખવાનુ રહેશે. પાસવર્ડ એન્ટર કર્યા બાદ યુઝર્સે પોતાની ડિટેલ્સ ભરવાની રહેશે.
 • જેમાં યુઝરનુ નામ, એડ્રેસ અને બાકીની જરૂરી ડિટેલ્સ ભરવાની રહેશે.
 • એક વખત તમારૂ એકાઉન્ટ બની જશે ત્યાર બાદ ટ્યુટ્યબ ટીમને તેનુ રિવ્યુ કરવામાં 10 દિવસનો સમય લાગી શકે છે.
 • પ્રોસેસર પુરી થયા બાદ ફરી એક વાર યુટ્યુબ ચેનલ પેજ ઓપન થશે.
 • હવે તમને વીડિઓઝની સાથે સાથે ડોલરની સાઇન પર દેખાશે.
 • વીડિઓ અપલોડ કર્યાહબાદ મોવિટાઇઝ કરવા માટે
 • વીડિઓ મેનેજર પર જઇને “$” નિશાન પર ક્લિક કરવાનુ રહેશે

સ્ટેપ 6:

6_1426829127stp......6

એક વકત આ તમામ સ્ટેપ પૂરા થઇ જાય ત્યાર બાદ યુઝર્સે જ્યા સુધી અપલોડ કરેલા વીડિઓમાં પુરતા વ્યુ ના મળે ત્યા સુધી રાહ જોવી પડશે. જો વીડિઓ રૂપિયા રિફન્ડ કરવાના લાયક થઇ ગયો છે તો “$” સાઇન લીલા રંગમાં ફેરવાઇ જશે. તેના પર ક્લિક કરતા જ યુજર્સ એડસેન્સ એકાઉન્ટ પર રિડાયરેક્ટ થઇ જશે. આહિયાથી યુઝર્સને પોતના પેમેન્ટ વિશે જાણકારી મળી રહેશે અને યુટ્યબથી પેમેન્ટ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરી શકો છો. જો તમારી ચેનલમાંથી જ તમે તમારી એર્નિંગ ડિટેલ્સ જોવા માગંતા હોવ તો ANALYTICS પર જાઓ. ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ યુઝર્સ પોતાના ચેનલની રિયલ ટાઇમ રિપોર્ટ, અર્નિંગ રિપોર્ટ, એડ્સ પરફોર્મન્સ અને વીડિઓઝ પર કેટલા ક્લિક જેવી જાણકારી તમે અહિયાથી મેળવી શકો છો.

યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ પેજ

જો તમને લાગતુ હોય કે તમે બહુ બધી વીડીઓ અપલોડ કરી છે. અન હવે તમને ઉપરના લેવર પર જવા માટે તૈયાર છો તો તમે યુટ્યૂબના પાર્ટનર પ્રોગ્રામ પેજ (http://www.youtube.com/yt/creators/creator-benefits.html) પર જઇને સીધા કંપની સાથે પાર્ટનરશિપ માટે એપ્લાઇ કરી શકો છો. એખ વખત કંપની તરફથી એપ્રુવલ મળ્યા બાદ તમારી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ બધા વીડિઓ માટે કંપની રૂપિયા ચુકવશે.(તેના માટે એ જરૂરી છે કે અપલોડ કરેલા તમામ વીડિઓઝ કંપનીની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે હોવા જોઇએ)

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


6,169 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 25